Tue,16 April 2024,10:14 am
Print
header

સૌરાષ્ટ્રમાં ભાજપનો સર્વે, નબળી કામગીરી કરનારા ધારાસભ્યોને ઘરભેગા કરી દેવાશે- Gujarat Post

(file photo)

સૌરાષ્ટ્રની 48 બેઠકો પૈકી 24 બેઠકો પર ભાજપનો સર્વે 

કયા ધારાસભ્યની ટિકીટ કપાશે તેના પર ચર્ચાઓ શરૂ 

ભાજપે નબળા ઉમેદવારની પસંદગી ન થાય તેની કવાયત અત્યારથી જ શરૂ કરી છે

આ વખતે આમ આદમી પાર્ટી લગાવી રહી છે જોર

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાંની સાથે જ પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં આંટા ફેરા વધારી દીધા છે. ભાજપે 150થી વધુ બેઠકો જીતવા કવાયત શરૂ કરી દીધી છે.એક અહેવાલ પ્રમાણે, સૌરાષ્ટ્રની 48 બેઠકો પૈકી 24 બેઠકો પર ભાજપે સર્વે કરાવ્યો છે, હજુ બાકી બેઠકોને સર્વે ચાલુ છે.

સર્વેના કારણે પક્ષના નિષ્ક્રિય ધારાસભ્યોમાં ફફડાટ ફેલાયો છે. સર્વેને આધારે તૈયાર થયેલા રિપોર્ટકાર્ડ મુજબ કયા ધારાસભ્યને ટિકીટ કપાશે તેની ચર્ચા થવા લાગી છે. સર્વે બાદ તૈયાર થયેલું કાર્ડ હાઇ કમાન્ડ સુધી પહોંચી ગયું છે. લોકોને ફોન કરીને તેમના ધારાસભ્યની કામગીરી પૂછવામાં આવી હતી. ભાજપના કાર્યકરો, પત્રકારો, તબીબો, વકીલ, ચાની હોટલો, પાનના ગલ્લાઓ, રેસ્ટોરન્ટમાં, ધર્મસ્થાનો, સામાજિક સંગઠનો, મહિલા સંગઠનો ઉપરાંત કોલેજમાં વિદ્યાર્થીઓને પૂછી-પૂછીને ખાનગી ટીમે સર્વે કર્યો હતો.

વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ આ વખતે કોઈ કસર છોડવા નથી માંગતુ. 2017માં કોંગ્રેસ સત્તાથી થોડી સીટો જ દૂર રહી હતી. આ વખતે આમ આદમી પાર્ટીનો પ્રવેશ થયો છે. આપની લોકપ્રિયતા વધી રહી છે, જેનાથી ગભરાઈને ભાજપે નબળા ઉમેદવારની પસંદગી ન થાય તેની કવાયત અત્યારથી જ શરૂ કરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch