Fri,19 April 2024,10:01 am
Print
header

આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેતરોમાં ઉભા અને તૈયાર થઈ ગયેલા પાકોને નુકસાનની ભીતિ

ભાવનગરઃ આજે અમરેલી ભાવનગર અને રાજકોટ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રોની ચિંતા વધારો થયો છે. ભાવનગરના જેસર રાજકોટના જેતપુર તાલુકાના વીરપુર, મહુવામાં અને અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેતરોમાં મગફળીના પાથરાઓ પલળતા ખેડૂતોમાં ચિંતા છવાઇ છે.

જેસર અને મહુવા પંથકના ગામડાઓમાં બપોરના સમયે કમોસમી વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. મહુવાના બોરડી, કોટીયા, કળમોદર, વાવડી, રતનપર, બગદાણા, મોળપર, કરમદીયા, ખારી, ગળથર, બેલમર સહિતના ગામોમાં અચાનક વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકમાં નુકસાની જવાની ભીતિ છે.

રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. થોરાળા, સેલુકા, પીઠડીયા, જેતપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા ખેતરોમાં તૈયાર થયેલા મગફળી, કપાસ અને સોયાબીનના પાકને નુકસાન થવાની ભીતિ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch