સાઉદી અરેબીયાઃ આ દેશના પુરુષોને પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર અને ચાડ દેશની મહિલાઓ સાથે લગ્ન કરવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. પાકિસ્તાની અખબાર ડોને સાઉદી મીડિયાના એક અહેવાલને ટાંકીને આ માહિતી આપી છે.બિન સત્તાવાર આંકડા મુજબ હાલમાં સાઉદીમાં આ ચાર દેશોની 50,000 મહિલાઓ છે. મક્કાના પોલીસ મહાનિર્દેશક મેજર જનરલ અસફ અલ-કુરૈશીને ટાંકતા એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વિદેશી લોકો સાથે લગ્ન કરવા ઈચ્છતા સાઉદી પુરુષોને હવે કડક નિયમોનો સામનો કરવો પડશે.
ડોનના જણાવ્યાં પ્રમાણે સાઉદી પુરુષોને વિદેશીઓ સાથે લગ્ન કરતા અટકાવવા આ પગલું લેવામાં આવ્યું છે. આ સાથે અન્ય વિદેશી લોકો સાથે લગ્નની પરવાનગી આપતા પહેલા વધારાના નિયમો પણ નક્કી કરવામાં આવ્યાં છે. વિદેશીઓની સાથે લગ્નની પરવાનગી જારી કરતા પહેલા અતિરિક્ત નિયમો નક્કી કરવામાં આવ્યા છે. કુરૈશીએ કહ્યું કે વિદેશી મહિલાઓ સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખનારે પહેલા સરકારની પરવાનગી લેવી પડશે. સાથે લગ્ન કરવા માટે એપ્લીકેશન આપવી પડશે.
કુરૈશીએ કહ્યું કે ડિવોર્સી પુરુષોને ડિવોર્સના છ મહિનાની અંદર અરજી કરવાની પરવાનગી નહીં મળે. અધિકારીઓએ કહ્યું કે અરજીની કરવાની ઉંમર 25 વર્ષથી વધારે હોવી જોઈએ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો અરજદાર પહેલાથી જ પરણિત છે તો તેને હોસ્પિટલમાંથી એક રિપોર્ટ આપવાનો રહેશે.જે સાબિત કરશે કે તેની પત્ની વિકલાંગ છે, જૂની બિમારીથી પીડિત છે અથવા ઈનફર્ટિલીટી ધરાવે છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44