Sat,20 April 2024,1:00 am
Print
header

સાઉદી અરબમાં મદીના પ્રાંતમાં બસ-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 35 લોકોનાં મોત, મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

રિયાદ: સાઉદી અરબના મદીના પ્રાંતમાં એક ભયંકર અકસ્માતમાં 35 લોકોનાં મોત થઇ ગયા છે, ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે, સાંજના સમયે મદીનાથી 170 કિ.મી દૂર અખ અલખ વિસ્તારમાં મુસાફરો સાથે જઇ રહેલી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો, બસમાં આગ લાગી ગઇ હતી, લોડિંગ ટ્રક સાથે બસ અથડાતા આ દુર્ઘટના થઇ હતી, જેને કારણે તાત્કાલિક રસ્તો બંધ કરી દેવાયો હતો અને બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી, મૃતકોમાં મોટા ભાગના એશિયન પ્રવાસીઓ હતા, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

અકસ્માત પર વડાપ્રધાન મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે, ટ્વીટ કરીને કહ્યું છે કે આ ઘટનાથી તેઓ દુખી છે અને મૃતકોના પરિવારજનોને શાંત્વના પાઠવી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch