Sat,13 December 2025,1:21 am
Print
header

સાઉદી અરબમાં ઉમરાહ માટે જતી બસનો અકસ્માત, બાળકો સહિત 45 ભારતીયોનાં મોત

  • Published By
  • 2025-11-17 11:47:24
  • /

મદીનામાં ડીઝલ ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો

મૃતકોમાં હૈદરાબાદના રહેવાસી

ઓવૈસીએ સાઉદી અરબમાં થયેલા માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું

રિયાધઃ સાઉદી અરબમાં બસ અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. જેમાં 45 ભારતીયોના મોત થઇ ગયા છે. મળતી માહિતી પ્રમાણે બસ મક્ક મદીના જઇ રહી હતી. તે જ સમયે મદીનામાં ડીઝલ ટેન્કર અને બસ વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. ઉમરાહ માટે લોકોને લઇ જઇ રહેલી બસ ઓઇલ ભરેલા ટેન્કર સાથે અથડાઇ હતી. સાઉદી અરબના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ ઘટના મદીના નજીક બની છે.

તેલંગાણા મુખ્યમંત્રી કચેરી તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં સાઉદી અરબમાં થયેલા માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક મુખ્ય સચિવ અને ડીજીપીને અકસ્માત સંબંધિત સંપૂર્ણ માહિતી એકત્ર કરવાની સૂચના આપી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા કેટલા લોકો હૈદરાબાદના રહેવાસી હતા, તેની પણ માહિતી એકત્રિત કરવાની કહેવામાં આવ્યું, મુખ્યમંત્રીએ સરકારના ઉચ્ચ અધિકારીઓને વિદેશ મંત્રાલય સાથે સંપર્ક સાધવા અને સાઉદી અરબ દૂતાવાસ પાસેથી માહિતી મેળવવાનું સૂચન કર્યું છે.

મુખ્ય સચિવના નિર્દેશ પર અધિકારીઓ માહિતી એકત્રિત કરી રહ્યાં છે કે સાઉદી અરબમાં અકસ્માતનો ભોગ બનેલા કેટલા લોકો તેલંગાણાના હતા અને સચિવાલયમાં એક કંટ્રોલ રૂમ બનાવવા માટે સૂચના આપવામાં આવી છે,જેથી પીડિત પરિવારોને માહિતી આપવામાં આવી શકે.

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. ઓવૈસીએ જણાવ્યું કે તેમણે હૈદરાબાદની બે ટ્રાવેલ એજન્સીઓ સાથે સંપર્ક કર્યો છે, સાઉદી અરબ ગયેલા હૈદરાબાદના લોકો સાથે જોડાયેલી સંબંધિત માહિતી માંગી છે. સાથે જ તેમણે રિયાધ સ્થિત દૂતાવાસ સાથે પણ સંપર્ક કર્યો છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch