Fri,26 April 2024,4:46 am
Print
header

સતિષ કૌશિકના મોત મામલે આવ્યો નવો મોડ, ફાર્મ હાઉસમાંથી મળી શંકાસ્પદ દવાઓ

નવી દિલ્હીઃ સતિષ કૌશિકના મોતને લઇને મોટા સમાચાર આવી રહ્યાં છે.જે ફાર્મહાઉસમાં સતિષ કૌશિક હોળી પાર્ટીમાં સામેલ થયા હતા ત્યાંથી કેટલીક શંકાસ્પદ દવાઓ મળી આવી છે. આ પાર્ટીમાં ગયેલા દરેક મહેમાનની પોલીસ તપાસ કરી રહી છે. એક વોન્ટેડ ઉદ્યોગપતિ પણ આ પાર્ટીમાં સામેલ થયો હતો. પોલીસ હવે આ કેસમાં વિસ્તૃત પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. ફાર્મ હાઉસમાં આવેલા તમામ મહેમાનોની યાદી તપાસ માટે તૈયાર કરવામાં આવી રહી છે. 

ફાર્મ હાઉસમાં હાજર હતો વોન્ટેડ ઉદ્યોગપતિ

પાર્ટીમાં એક ઉદ્યોગપતિ સામેલ હતો, જે એક કેસમાં વોન્ટેડ છે. સતિષ કૌશિકના મિત્ર વિકાસ માલુ, જે બિજવાસનમાં માલુ ફાર્મ હાઉસ ધરાવે છે, તેના પર વર્ષોથી બળાત્કારનો કેસ ચાલી રહ્યો છે. સતિષ કૌશિક જે ફાર્મહાઉસમાં પાર્ટી કરી રહ્યાં હતા તે ગુટખા રાજાનું છે, ગુટખા કિંગનું નામ વિકાસ માલુ છે, પાર્ટીમાં વિકાસ માલુ સહિત ઘણા મોટા બિલ્ડરો હતા. વિકાસ માલુ પર તેની પત્નીએ બળાત્કારનો કેસ કર્યો છે. જેની તપાસ ચાલી રહી છે. જ્યારથી કેસ દાખલ થયો છે ત્યારથી વિકાસ માલુ ખાસ કરીને દુબઈમાં રહે છે, હોળી પાર્ટી માટે તે પાછો આવ્યો હતો.

પોલીસને વાંધાજનક દવાઓના પેકેટ મળી આવ્યાં

તપાસ દરમિયાન દોસ્તના ફાર્મહાઉસમાંથી કેટલાક વાંધાજનક મેડિસિન પેકેટ મળી આવ્યાં છે, જ્યાં દિવંગત દિગ્દર્શક અને અભિનેતા સતિષ કૌશિકે હોળી પાર્ટી કરી હતી. 15 દિવસમાં પોલીસને લોહી અને હાર્ટના રિપોર્ટ મળી જશે. પોલીસને ફાર્મહાઉસમાંથી જે દવાઓ મળી આવી છે, તેની તપાસ થઇ રહી છે. ડોક્ટરોએ સતિષના મોતને હાર્ટ એટેક ગણાવ્યો છે, મૃત્યું પહેલા તેમના શરીરમાં શું હતું તે સંપૂર્ણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ સ્પષ્ટ થશે.

પોલીસે કહ્યું છે કે તે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યાં છીએ, જિલ્લા પોલીસની ક્રાઈમ ટીમે દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના ફાર્મહાઉસની મુલાકાત લીધી હતી, જ્યાં પાર્ટી રાખવામાં આવી હતી અને કેટલીક "દવાઓ" અહીથી મળી છે. પોલીસને જે વાંધાજનક દવાના પેકેટ મળ્યાં છે,  તેની સાથે સતિષ કૌશિકને કોઈ સંબંધ છે કે કેમ તે તપાસ બાદ સ્પષ્ટ થશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch