Sat,17 April 2021,1:02 pm
Print
header

સેટેલાઈટ ઈમેજમાં ચીનની હરકતો આવી સામે, ડેપસાંગમાં મેન પોસ્ટ પાસે નાંખ્યા ધામા

ચીનઃ પૂર્વી લદ્દાખના પેંગોંગ લેક વિસ્તારમાં ભારત-ચીન વચ્ચે ડીસએન્ગેજમેન્ટ પર સહમતી થઈ છે. ત્યાર બાદ વિવાદીત ક્ષેત્રમાંથી સૈન્યની ટુકડીઓને દૂર કરવામાં આવી રહી છે. આ માહોલ વચ્ચે કેટલીક ચિંતાજનક સેટેલાઈટ તસવીરો સામે આવી છે. જેના પરથી ખ્યાલ આવી રહ્યો છે કે, ડેપસાંગ વિસ્તારમાં ચીન તરફથી બાંધકામ કરવામાં આવી રહ્યું છે.

સિન્થેટિક એપર્ચર રડારે સ્થાયી ચીનની પોસ્ટની એક નાઈટ ઈમેજ મોકલી છે.જેમાં લાઈન ઓફ એક્ચ્યૂલ કંટ્રોલની નજીક ચીને કરેલું બાંધકામ જોઈ શકાય છે.લદ્દાખમાં દુનિયાની સૌથી ઊંચી ALG એટલે કે, એડવાન્સ લેન્ડિગ ગ્રાઉન્ડ બેગ ઓલ્ડી એટલે કે, DBOથી 24 કિમી દૂર ચીને એક સૈન્ય પોસ્ટ ઊભી કરી છે.આ પોસ્ટ અક્સાઈ ચીન વિસ્તારમાં છે. વર્ષ 1962ના યુદ્ધ બાદ આ પોસ્ટ બનાવવામાં આવી હતી છેલ્લા કેટલાક વર્ષોથી અહીં કંઈકને કંઈક અપગ્રેડ થઈ રહ્યું છે. તાજેતરમાં સામે આવેલી તસવીરમાંથી ખ્યાલ આવ્યો છે કે મુખ્ય ઈમારતથી થોડે દૂર કંઈક બીજું પણ બાંધકામ કરવામાં આવ્યું છે.આ સિવાય કેમ્પ, ગાડીઓ અને ફેન્સિગ પણ લગાવવામાં આવી છે.

આ બધુ ઓગસ્ટ 2020થી થઈ રહ્યું છે. એડવાન્સ લેન્ડિગ ગ્રાઉન્ડ ડીબીઓ, ડેપસાંગથી આશરે 30 કિમી દૂર છે. જેને લઈને ભારતને આ વિસ્તારમાં સૌથી વધુ નજર રાખવી પડે એમ છે. બીજી તરફ આ વિસ્તાર ચીન માટે પણ એટલો જ મહત્ત્વનો છે. કારણ કે આ વિસ્તાર નજીકથી જ ચીનનો જી-219 હાઈવે પસાર થાય છે. જે તિબ્બેતને શિનજિયાંગ પ્રાંત સાથે જોડે છે. SAR તરફી તારીખ 25મી ફેબ્રુઆરીની રાત્રે ક્લિક કરવામાં આવેલી તસવીરમાં સ્પષ્ટ થાય છે કે વર્તમાન સ્થિતિ વચ્ચે ચીને પોતાની ટેન્કો તથા સૈન્ય ટુકડીઓને ભારતીય બોર્ડર નજીક ખડકી દીધું છે. પહેલી ઈમેજમાંથી સ્પષ્ટ દેખાય છે કે, મુખ્ય ઈમારતની નજીકમાં એક બાંધકામ કરવામાં આવ્યું છે.

આ સિવાય સોલાર પેનલ્સ, એન્ટેના ટાવર્સ, ડિફેન્સ સિસ્ટમ તથા એક મોટી દિવાલ ઊભી કરવામાં આવી છે. જ્યારે અન્ય એક ઈમેજમાં ઘણું બધું થયેલું બાંધકામ નજરે ચડે છે. જેમાં નવા શેલ્ટર અને કેમ્પ બનેલા દેખાઈ રહ્યા છે. પહેલી વખત આ નિર્માણકાર્ય જુલાઈ 2020માં જોવા મળ્યું હતું. જ્યારે ગલવાન ઘાટીમાં ચીન અને ભારતીય સૈન્ય વચ્ચે હિંસક માથાકુટ થઈ હતી.ત્રીજી એક તસવીરમાં બે માળની ઈમારત, અસ્થાયી કેપ્સ અને શેલ્ટર નજરે ચડે છે જેમાં સપોર્ટ ઈમારત, ઓબ્ઝર્વેશન પોસ્ટ અને ટાવર પણ જોવા મળી રહ્યાં છે. આ પોસ્ટ પર પહેલા ત્રણ મુખ્ય ઈમારતો હતી જેથી મોટી સંખ્યામાં સૈનિકોને તહેનાત કરી શકાય. ડીસએન્ગેજમેન્ટ પ્લાન અનુસાર ચીન ફીગર આઠ નજીક ચાલ્યું જશે અને ભારત પીછેહટ કરીને ફીગર 3 સુધી પોતાની ધનસિંહ થાપા પોસ્ટ સુધી ચાલ્યું જશે. આ સિવાય દક્ષિણ કિનારે તહેનાત સૈન્યદળને પણ દૂર કરવામાં આવશે. ઉપરાંત જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પેટ્રોલિંગ નહીં થાય. ચીને પેંગોંગ લેક વિસ્તારમાંથી પોતાના બંકર તોડી નાંખ્યા છે તંબુ ઉખાડી દીધા છે પોતાની તોપ અને શસ્ત્રો પણ ઉઠાવી લીધા છે. ચીનની સેના પણ આ સ્થાનને ખાલી કરી રહી છે. ભારતીય સૈન્ય તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર ચીન પોતાની જૂની સ્થાયી પોસ્ટ તરફ જઈ રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->