Thu,18 April 2024,5:09 pm
Print
header

હરિયાણવી ડાન્સર સપના ચૌધરીએ પુત્રને આપ્યો જન્મ, પતિ વીર સાહુએ આપી માહિતી

હરિયાણાઃ લાખો યુવા દિલોની ધડકન એવી હરિયાણવી ડાન્સર સપના ચૌધરીના પરિવારમાં સારા સમાચાર સામે આવ્યાં છે. તે હવે માતા બની છે. તેણે બેબી બોયને જન્મ આપ્યો છે. તેમના પતિ વીર સાહુએ આ ખુશખબર સોશિયલ મીડિયા પર શેર કરી છે. સપના ચૌધરીએ તેમના લગ્ન અને ગર્ભાવસ્થાને હજી સુધી છુપાવી રાખ્યાં હતા. સપના વીર સાહુના સંબંધમાં હોવાના અને લગ્ન કર્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. પરંતુ તેની ક્યારેય પુષ્ટિ થઈ ન હતી.

હવે સપના ચૌધરીના માતા બનવાના સમાચાર સામે આવ્યા છે. માતા બનવાની સાથે સપના અને વીર સાહુના લગ્ન વિશે પણ જાણવા મળ્યું છે. તેના લાખો ચાહકોએ સપનાને માતા બનવા બદલ અભિનંદન આપી રહ્યાં છે.

હિસારના રહેવાસી વીરે જાન્યુઆરીમાં સપના સાથે લગ્ન કર્યા હતા. વીરના પરિવારમાં કોઈના મોતને કારણે તેમના લગ્ન ગુપ્ત રાખવામાં આવ્યાં હતાં. આ ક્ષણે, કુટુંબમાં બેબી બોયના આગમનથી સપનાનો પરિવાર અને વીરનો પરિવાર ખુશ છે.

જો કે, સોશિયલ મીડિયા પર સપનાના પતિ વીરને ચાહકોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકોએ સપના અને વીરને ટ્રોલ કર્યા હતા. વીરે ફેસબુક લાઇવમાં પિતા બનવાના સમાચાર આપ્યા છે.આ સમય દરમિયાન તે ટ્રોલને લઈને પણ ખૂબ ગુસ્સે હતો.

વીરે તેના અને સપનાના માતા-પિતા પર અશ્લીલ અને અસ્પષ્ટ ટિપ્પણીઓ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. વીરે સ્પષ્ટ કહ્યું હતું કે તે તેના અંગત જીવનમાં કોઈ દખલ ઇચ્છતો નથી. તેઓએ કેમ કહેવું જોઈએ કે તેમના લગ્ન થયા છે અને તેઓ પબ્લિસિટી નથી જોઇતી.

વીરની વાત કરીએ તો તે પોતે એક કલાકાર છે અને સપનાને તેના કામ માટે સપોર્ટ કરે છે. વીર પોતે એક ગાયક અને અભિનેતા પણ છે. છેલ્લા ચાર વર્ષથી તેમનો સપના સાથે સંબંધ હતો જે પછી લગ્નમાં બદલાઈ ગયો હતો.

સપના તેના સ્ટેજ શો અને ઇન્ટરનેટ વીડિયોથી દેશભરમાં પ્રખ્યાત છે. તેરી આંખ્યા કા યો કાજલ એ તેમનું લોકપ્રિય ડાન્સ ગીત છે. આ સિવાય રસગુલ્લા અને ઝીરો ફિગર પણ તેના જાણીતા ગીતો છે, જેના પર તેણે ડાન્સ કરીને લોકપ્રિયતા મેળવી છે.

વીર સાહુ હરિયાણાના લોકપ્રિય ગાયક, લેખક અને અભિનેતા છે. તેની જોરદાર ફેન ફોલોઇંગ છે. વીર ખેડૂત જાટ પરિવારનો છે. લોકોને વીરની સ્વેગ ગમે છે.વીરે સોન્ગ થડ્ડી બડ્ડીથી ડેબ્યૂ કર્યું હતુ. તેણે વે ગાંધી ફિર આ ગયા, ખલનાયક, રશૂટ આલા જાટ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.વીર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar