Sun,27 November 2022,4:23 am
Print
header

સાણંદના પ્રાંત ઓફિસરે બિલ્ડીંગના પાંચમાં માળેથી કૂદીને કર્યો આપઘાત, અગાઉ અંબાજીમાં હતા વહીવટદાર- Gujarat Post

સાણંદઃ ગુજરાતમાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. સાંણદના પ્રાંત અધિકારીએ આપઘાત કરી લીધો છે, પ્રેરણાતીર્થ સોસાયટીમાં બિલ્ડીંગના પાંચમાં માળેથી કૂદીને તેમને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અહીં પહોંચી ગયો હતો.

સાંણદના પ્રાંત અધિકારી રાજેન્દ્ર કેશલાલ પટેલની ચૂંટણીમાં સાંણદના રિટનિંગ ઓફિસર તરીકે નિમણુંક થઈ હતી. તેમણે કયા કારણોસર આ પગલું ભર્યુ તે જાણી શકાયું નથી. સાંણદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.તેઓ અગાઉ અંબાણીમાં પણ વહીવટદાર તરીકે ફરજ બજાવી ચુક્યાં છે. આર.કે.પટેલની આત્મહત્યા પછી પોલીસે તેમના પરિવારજનો અને પાડોશીઓની પૂછપરછ શરૂ કરી છે, હાલમાં તેમના મૃતદેહને પીએમ માટે ખસેડીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

મૃતક એસડીએમના ખિસ્સામાંથી બે મોબાઇલ અને એક પેન ડ્રાઈવ મળી આવી છે, પોલીસે મોબાઇલ અને પેઇ ડ્રાઇવની તપાસ શરૂ કરી છે, જ્યારે પરિવાર કહે છે કે તેમની હત્યા કરવામાં આવી છે, આ મામલે તપાસ શરૂ કરાઇ છે.

 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch