Fri,26 April 2024,5:03 am
Print
header

યુપીમાં રાજનીતિ તેજ, હવે સમાજવાદી પાર્ટી સામે કોરોના ગાઇડલાઇનના ભંગ બદલ પોલીસ કેસ નોંધાયો- Gujarat Post

લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધો જંગ દેખાઇ રહ્યો છે, એક ડઝન કરતા વધુ ભાજપના નેતાઓ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીમાં જોડાઇ ગયા છે. જેથી ભાજપની ચિંતા વધી રહી છે, બીજી તરફ હવે સમાજવાદી પાર્ટી સામે પોલીસે કેસ દાખલ કર્યો છે. સ્વામી પ્રસાદ મૌર્યની સપામાં એન્ટ્રી થઇ છે અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સપાના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા, જ્યાં અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યાં હતા.

સભ્યપદ સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા કોરોનાનું સંક્રમણ થવાનો ખતરો છે, ચૂંટણીપંચે પણ કોરોનામાં ભીડ ભેગી ન કરવા નિયમો બનાવ્યાં છે તેમ છંતા નેતાઓ આ બધા નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. જો કે સમાજવાદી પાર્ટી જ નહીં પરંતુ ભાજપના નેતાઓ પણ આવી જ રીતે બધે ભીડ ભેગી કરીને કોરોનાને આમંત્રણ આપી જ રહ્યાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch