મુંબઈઃ બોલિવૂડનો દબંગ સ્ટાર સલમાન ખાન આજે બર્થ ડે ઉજવી રહ્યો છે. ગઈકાલે તેને સાપે ડંખ માર્યો હોવાના સમાચાર આવ્યા હતા. જે બાદ આજે સલમાને મીડિયાને જણાવ્યું કે, સાપે તેને એક વખત નહીં પણ ત્રણ- ત્રણ વખત ડંખ માર્યો હતો. સલમાન પનવેલના ફાર્મહાઉસમાં ક્રિસમસ અને જન્મદિવસની ઉજવણી કરવા ગયો હતો. હવે સાપ કરડવાની વાત ખુદ સલમાન ખાને મીડિયાને જણાવી છે.
સલમાને કહ્યું, 'ફાર્મ હાઉસની અંદર એક સાપ ઘૂસ્યો હતો, મેં તેને લાકડાની મદદથી દૂર ફેંકવાનો પ્રયાસ કર્યો. પણ ત્યારે જ તે મારા હાથ પર ચડી ગયો.આવી સ્થિતિમાં, મેં સાપને બહાર આવવા માટે બીજા હાથમાં લીધો અને પછી તેણે મને ત્રણ વાર ડંખ માર્યો. તે એક પ્રકારનો ઝેરી સાપ હતો. હું 6 કલાક માટે હોસ્પિટલમાં દાખલ હતો. હું હવે ઠીક છું.
સલમાને કહ્યું, સારી વાત એ હતી કે હોસ્પિટલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હતી. તેમની પાસે તમામ પ્રકારના એન્ટી વેનોમ હતા. અત્યાર સુધી મેં તમામ પ્રકારના એન્ટી વેનો (ક્રેટ, વાઇપર, કોબ્રા)ના ઇન્જેક્શન લીધા છે. જોકે, સાપને પકડીને બાદમાં જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.
A snake had entered my farmhouse, I took it outside using a stick. Gradually it reached onto my hand. I then grabbed it to release, which is when it bit me thrice. It was a kind of poisonous snake. I was hospitalized for 6 hours...I am fine now: Actor Salman Khan on snake bite pic.twitter.com/cnDnUhglm5
— ANI (@ANI) December 27, 2021
પોતાના જન્મદિવસ નિમિત્તે સલમાન હાલમાં પનવેલના ફાર્મહાઉસમાં છે. તેણે 27 ડિસેમ્બરની રાત્રે મીડિયા સાથે વાત કરી હતી. સલમાન ખાને તેનો 56મો જન્મદિવસ તેના પરિવારના સભ્યો, નજીકના મિત્રો અને પસંદગીના મિત્રો સાથે ઉજવ્યો. દરમિયાન તેના બોલિવૂડ મિત્રો પણ હાજર હતા સલમાન ખાને વર્ષ 1988માં ફિલ્મ 'બીવી હો તો ઐસી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ સલમાનને સૂરજ બડજાત્યાની મૈને પ્યાર કિયાથી લોકપ્રિયતા મળી હતી. આજે સલમાનના કરોડો ચાહકો છે. તેની દરેક ફિલ્મનો અલગ-અલગ ક્રેઝ છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
મુંદ્રા પોર્ટ પરથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો- gujarat post
2022-05-26 17:35:02
અમદાવાદ: યુ.એન.મહેતા હોસ્પિટલમાં RMO ડોક્ટર કૌશિક બારોટની સાયબર ક્રાઇમે કરી ધરપકડ, જાણો શું છે કેસ- gujarat post
2022-05-26 17:32:43
શ્રીનગરઃ જોજીલા પાસેની ઊંડી ખીણમાં ગાડી ખાબકી, સુરતના એક યુવક સહિત 9 લોકોનાં મોત - Gujarat Post
2022-05-26 16:21:21
હિંમતનગર, અમદાવાદ સહિત 40 જગ્યાઓએ IT ના દરોડા, AGL સહિતની કંપનીઓ પર સકંજો- Gujarat Post
2022-05-26 13:43:06
પાકિસ્તાનઃ ઈમરાન ખાનની આઝાદી માર્ચ બની હિંસક, સમર્થકોએ મેટ્રો સ્ટેશનને લગાવી દીધી આગ- Gujarat Post
2022-05-26 09:58:19
ટેરર ફંડિંગ કેસઃ કોર્ટે યાસીન મલિકને આજીવન કેદની સજા ફટકારતા સુરક્ષાદળો પર પથ્થરમારો- Gujarat Post
2022-05-25 18:48:01
આંધ્ર પ્રદેશઃ જિલ્લાનું નામ બદલવા મામલે ટોળાંએ મંત્રીનું ઘર સળગાવ્યું- Gujarat post
2022-05-24 23:06:39
કેન્દ્ર સરકાર બાદ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો- Gujarat post
2022-05-22 22:01:06
PM મોદી આજે જશે જાપાન, ક્વાડ સંમેલનમાં લેશે ભાગ- Gujarat Post
2022-05-22 10:42:26
આદુના સેવનથી કંટ્રોલ કરી શકાય છે યુરિક એસિડ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ- Gujarat Post
2022-05-26 09:33:30
ટીંડોળાના પાન બ્લડ સુગરને કરી શકે છે કંટ્રોલ, ડાયાબિટીસના દર્દીઓએ આ રીતે કરવું જોઇએ સેવન- Gujarat Post
2022-05-25 09:10:47
અમિતાભ બચ્ચન પ્રથમ વખત ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે, જાણો ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ- gujaratpost
2022-05-20 18:50:02
ડાર્ક ચોકલેટ ખાવાથી થાય છે આ 5 ફાયદા - Gujarat Post
2022-05-20 09:19:06
બ્લડ શુગર કંટ્રોલ કરવાથી લઈને વજન ઘટાડવા સુધી તુવેર દાળના છે ઘણા ફાયદા- Gujarat Post
2022-05-19 09:08:04