Wed,24 April 2024,2:58 pm
Print
header

મોંઘવારીના માર વચ્ચે રાજ્યના ધારાસભ્યો અને મંત્રીઓને બખ્ખા, જાણો કેટલું વધશે મોંઘવારી ભથ્થું ?

ગાંધીનગર: મોંઘવારીના માર વચ્ચે ધારાસભ્યો અને મંત્રીઓ માટે સારા સમાચાર સામે આવ્યાં છે. કેંદ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યાં બાદ નેતાઓને પણ લાભ મળ્યો છે. ગુજરાતના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 17 ટકાની જગ્યાએ 28 ટકા મળશે અને હવે મંત્રીઓ તેમજ ધારાસભ્યોના પગારમાં પણ તોતિંગ વધારો થશે. મંત્રીઓને ઓક્ટોબર મહિનાથી રૂ. 1.46 લાખ તો ધારાસભ્યોને રૂ.1.28 લાખ રૂપિયા પગાર મળશે.

કોરોનાકાળ બાદ એક તરફ મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અને ખેડૂતોની દયનીય સ્થિતિ વચ્ચે ગુજરાતના ધારાસભ્યોના પગારમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ધારાસભ્યોનો હાલનો પગાર 1.16 લાખ રૂપિયા છે, જે ઓક્ટોબરમાં 11 ટકા એટલે કે 12,760ના વધારા સાથે 1.28 લાખ રૂપિયા થશે, મંત્રીઓના પગારની વાત કરીએ તો હાલ મળી રહેલા 1.32 લાખ રૂપિયામાં 11 ટકા એટલે કે 14,520ના વધારા બાદ હવે 1.46 લાખ રૂપિયાની આસપાસ પગાર મળશે.

સૌથી વધુ મોંઘવારી ભથ્થું આપનાર રાજ્ય તેલંગાણા છે.અહીંના ધારાસભ્યોનો પગાર મહિને 2.50 લાખ રૂપિયાની આસપાસ છે, જેમાં રૂ.20,000 પગાર અને 2.30 લાખ રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે.બીજા નંબરે ઉત્તરાખંડ આવે છે.અહીંના ધારાસભ્યોને મહિને 1,98,000 રૂપિયા મળે છે, જેમાં 30 હજાર રૂપિયા પગાર અને 1.68 લાખ રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે.આ લિસ્ટમાં ગુજરાત 8 માં નંબર પર આવે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch