લાહૌરઃ કાશ્મીરના અલગાવવાદી નેતા સૈયદ અલી શાહનું ગઈકાલે નિધન થયું હતું. જે બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. ઈમરાને લખ્યું કાશ્મીરની સ્વતંત્રતાના સેનાની સૈયદ અલી શાહ ગિલાનીના મોતથી દુઃખ થયું છે. તેમણે સમગ્ર જીવન લોકોના અધિકારો માટે ન્યોછાવર કરી દીધુ છે. તેમને કેદ કરાયા હતા, તેમ છતાં ભારત સરકાર સામે ઝુક્યા ન હતા. અમે પાકિસ્તાનીઓ તેમના સાહસને સલામ કરીએ છીએ. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ ગિલાનીને યાદ કર્યાં હતા. વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને લખ્યું સૈયદ અલી શાહ ગિલાનીએ કાશ્મીરની ત્રણ પેઢીઓને પ્રેરિત કરી. તેઓ કાશ્મીરનો અવાજ હતા અને તેમણે કાશ્મીરીઓના આત્મ નિર્ણયના અધિકાર માટે ખુદને સમર્પિત કરી દીધા હતા. તેમણે પોતાની વિચારધારા સાથે કોઈ સમજૂતી કરી ન હતી.
કાશ્મીરના નેતા સૈયદ અલી શાહ ગિલાનીનો જન્મ 29 સપ્ટેમ્બર,1929ના રોજ થયો હતો. તેઓ જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ પાકિસ્તાન સમર્થક કાશ્મીરી અલગતાવાદી નેતા હતા.અગાઉ તેઓ જમાત-એ-ઈસ્લામી કાશ્મીરના સભ્ય હતા, બાદમાં તહેરીક-એ-હુર્રિયતની સ્થાપના કરી હતી.જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદી સમર્થક પક્ષોના સમૂહ ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફ્રરન્સના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું. વર્ષ 1972,1977 અને 1987માં જમ્મુ-કાશ્મીરના સોપોર ક્ષેત્રમાંથી ધારાસભ્ય પણ રહી ચુક્યા હતા. તાજેતરમાં જ જૂન 2020માં તેમણે હુર્રિયત છોડી દીધી હતી. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત સારી ન હતી. અનેક વખત તેમના અવસાનની અફવા પણ ફેલાઈ હતી. જો કે આ તેઓએ અનેક વખત ભારત સરકારની વિરોધમાં કામ કર્યું છે.ત્યારે હવે પાકિસ્તાને તેમના નિધન પર ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29