મુંબઇઃ કરીનાના પતિ અને એક્ટર સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યૂંમાં જણાવ્યુ હતું કે બીજીવાર માતા બનવા જઈ રહેલી કરીના કપૂરની ડિલિવરી ફેબ્રુઆરીમાં થશે. જો કે પહેલા અમુક રિપોર્ટ્સમાં સામે આવ્યું હતું કે કરીનાની ડિલિવરી માર્ચમાં થશે. તેના જણાવ્યાં મુજબ તે અને કરીના આવનારા નાના મહેમાનને લઈને ઘણા ચિલ્ડઆઉટ છે. સૈફે કહ્યું, 'છેલ્લા અમુક મહિનાથી બધું શાંતિથી ચાલી રહ્યું છે. હું ક્યારેક ક્યારેક વિચારું છું કે અચાનક બેબી આવશે. અમે આ બાબતને લઈને ઘણા કેઝ્યુઅલ છીએ, સાથે જ ઉત્સુક પણ છીએ.'
સૈફે કહ્યું કે બીજા બાળકનું આવવું મોટી જવાબદારી છે. ઘરમાં બાળકને લઈને દોડધામ છે. સૈફ અને કરીનાએ 16 ઓક્ટોબર 2012માં મુંબઈમાં લગ્ન કર્યાં હતાં. 20 ડિસેમ્બર 2016ના રોજ તૈમુર અલી ખાનનો જન્મ થયો. 12 ઓગસ્ટ 2020ના સારા અલી ખાન (સૈફ અલી ખાન અને તેની પહેલી પત્ની અમૃતા સિંહની દીકરી)ના 25મા જન્મદિવસ પર સૈફ-કરીનાએ જાહેર કર્યું કે તે બીજીવાર પેરેન્ટ્સ બનવા જઈ રહ્યાં છે.
કરીના કપૂર હાલ તેના વર્ક કમિટમેન્ટ્સ પૂરા કરવામાં વ્યસ્ત છે. બીજા બાળકના જન્મ પહેલાં તે તેને પૂરા કરવા ઈચ્છે છે. તે આમિર ખાન સ્ટારર 'લાલ સિંહ ચઢ્ઢા'માં લીડ રોલ નિભાવતી દેખાશે જે આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થશે. સૈફ ખાન છેલ્લે વેબ સિરીઝ 'તાંડવ'માં દેખાયો હતો. તેની અપકમિંગ ફિલ્મ 'બંટી ઔર બબલી 2' અને 'ભૂત પોલીસ' છે.
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03
કેળા ખાવાથી પાચન સુધરે છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, જાણો કઈ સમસ્યાઓમાં આ ફળ અસરકારક છે ? | 2024-03-25 08:54:46