Sat,20 April 2024,4:28 pm
Print
header

બારમાસીના ફૂલનું સેવન કરવાથી થાય છે ફાયદા, જાણો તમારા માટે કેવી રીતે ફાયદાકારક રહેશે- Gujarat Post

આજના ભાગદોડભર્યા જીવનમાં તણાવ એ એક સામાન્ય સમસ્યા છે, જે યુવાનોને પણ ડાયાબિટીસ તરફ ધકેલવા મજબૂર કરી રહી છે. આ એક એવી બીમારી છે જેમાં પીડિત લોકોએ ઘણું ટાળવું પડે છે,જો થોડી બેદરકારી કરશો તો ખતરનાક બની શકે છે. નબળી જીવનશૈલી, આહાર ઉપરાંત આનુવંશિક કારણોસર પણ ડાયાબિટીસની સમસ્યા છે. વ્યક્તિના ચહેરા, ગરદન અથવા શરીરના અન્ય ભાગ પર કાળા ડાઘ એ ડાયાબિટીસનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. ડાયાબિટીસથી રાહત મેળવવા માટે આપણે ઘણા ઘરેલું ઉપચાર અપનાવીએ છીએ, પરંતુ આવી સ્થિતિમાં તમે ઈચ્છો તો હંમેશા બારમાસીના ફૂલોનો ઉપયોગ કરી શકો છો. આયુર્વેદમાં આ ફૂલનું ઘણું મહત્વ છે.

ડાયાબિટીસમાં બારમાસી કેવી રીતે અસરકારક છે ?

બારમાસીના ફૂલો અને પાંદડાઓમાં આલ્કલોઇડ નામનું તત્વ જોવા મળે છે, જે સ્વાદુપિંડના બીટા કોષોને શક્તિ આપે છે, જેથી તે યોગ્ય માત્રામાં ઇન્સ્યૂલિન બનાવવાનું શરૂ કરે છે. ઇન્સ્યૂલિન લોહીમાં ખાંડની માત્રાને નિયંત્રિત કરે છે.આ છોડમાં 100 થી વધુ આલ્કલોઇડ્સ છે જે ખૂબ જ ફાયદાકારક છે.

કેવી રીતે વાપરવું-

- બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે સવારે ખાલી પેટ બારમાસીના 3-4 પાન ચાવીને ખાઓ.
- તમે બારમાસીના ફૂલોની ચા પણ પી શકો છો. આ માટે દોઢ કપ પાણીમાં 4-5 ફૂલ ઉકાળો. જ્યારે એક કપ પાણી રહી જાય તો તેને ગાળીને હૂંફાળું સેવન કરો.
- તમે બારમાસીના ફૂલો અને પાંદડાઓનો રસ બનાવી શકો છો. આ માટે ટામેટાં, કારેલા, કાકડી સાથે બારમાસીનાં ફૂલ અને પાંદડા નાંખો અને તેનો રસ કાઢીને સવારે ખાલી પેટ તેનું સેવન કરો. તેનું પાણી સાથે સેવન કરો. બારમાસીનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લો.
- તમે બારમાસીના છોડના પાંદડાઓનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે પહેલા પાંદડાને સૂકવીને પાવડર બનાવી લો. હવે આ પાઉડરનું રોજ પાણી સાથે સેવન કરો. જો કે, બારમાસીનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લો.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીની કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar