Wed,16 September 2026,3:48 pm
Print
header

માણસાઃ સચિવાલયના નિવૃત્ત કર્મચારીની કરપીણ હત્યા કરી નાખવામાં આવી

  • Published By
  • 2026-09-02 18:20:52
  • /
  • બંધ ફ્લેટમાંથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી
  • લૂંટના કોઈ પુરાવા નહીં, ઘરમાં રાંધેલી ખીચડી પડી રહી

માણસા: ગાંધીનગરના માણસા નજીક અંબોડ હાઈ-વે પર આવેલી પ્રિયંકા ગોલ્ડ સોસાયટીના બંધ ફ્લેટમાંથી ગાંધીનગર સચિવાલયના નિવૃત્ત કર્મચારી બાબુલાલ વાલીગ ડોડીયાળ (ઉં.વ. 61)ની લોહીથી લથબથ હાલતમાં લાશ મળી આવી હતી. માથાના ભાગે કોઈ બોથડ પદાર્થના ઘા ઝીંકી આ હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘરમાં કોઈ લૂંટફાટ કે સામાન વેરવિખેર ન હોવાથી અંગત અદાવતમાં કોઈ પરિચિત વ્યક્તિએ જ આ હત્યાકાંડ કર્યો હોવાની શક્યતા છે.

મૃતકની ઓળખ બાબુલાલ વાલીગ ડોડીયાળ (ઉં.વ. 61) તરીકે થઈ છે. જેઓ વર્ષ 2023 માં ગાંધીનગર સચિવાલયમાં પટાવાળા તરીકે વયનિવૃત્ત થયા હતા. તેઓ પરિવાર સાથે ગાંધીનગર રહેતા હતા અને અંબોડ સ્થિત ફ્લેટ પર અવારનવાર આવતા હતા.

સોસાયટીમાં બાબુલાલના પાંચમા માળે બે ફ્લેટ આવેલા છે. એકમાં તેઓ પોતે રોકાતા હતા અને સામેનો ફ્લેટ રાજસ્થાની પરિવારને ભાડે આપેલો હતો. પાડોશી-ભાડુઆતના જણાવ્યાં મુજબ, મંગળવારે સવારે 11 વાગ્યાની આસપાસ બાબુલાલને 3 મહિનાનું બાકી ભાડું ચૂકવવામાં આવ્યું હતું. રસોડામાં ગેસ પર રાંધેલી ખીચડી મળી આવી હોવાથી હત્યા મંગળવારના સમયગાળા દરમિયાન જ થઈ હોવાનું અનુમાન છે.

ફ્લેટમાંથી કોઈ સામાન ગાયબ નથી, રોકડ કે કિંમતી ચીજો સુરક્ષિત મળી આવતા પોલીસ લૂંટના બદલે અંગત અદાવતથી આ હત્યા કરાઇ હોવાનું માની રહી છે.ઘટનાની જાણ થતાં જ મૃતકના વતન રાજસ્થાનના ડુંગરપુરથી પરિવારજનો તથા સગા-સંબંધીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.

FSL ની ટીમે ઘટના સ્થળેથી ફિંગરપ્રિન્ટ્સ સહિતના વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા હતા. માણસા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા હત્યારા સામે હત્યાનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ તેમજ કૉલ ડિટેઈલ્સના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch