Thu,30 March 2023,6:23 am
Print
header

ગુજરાતનો આ બનાવ ચિંતાજનક, સાબરકાંઠામાં IAS અધિકારીને બંધક બનાવીને માર મરાયો હતો, ત્રણ લોકો પકડાયા

ફિશરીઝ નિયામકને બંધક બનાવાયા, કાયદો વ્યવસ્થાની સ્થિતીને લઇને સવાલ 

સાબરકાંઠાઃ માછીમારોના એક જૂથે આઈએએસ અધિકારી નીતિન સાંગવાનને કલાકો સુધી બંધક બનાવીને માર માર્યો હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. આ ઘટના ગત 4 માર્ચની સાંજે બની હતી. આ કેસમાં 17 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે ફરિયાદી અધિકારીએ જણાવ્યું કે આરોપીઓ સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઇ હતી. બાદમાં આ ટોળાંએ અધિકારીને માર માર્યો હતો અને અધિકારીને બંધક બનાવ્યાં હતા.બાબુ પરમાર અને અન્ય લોકોએ અધિકારીઓને ડેમમાં ફેંકી દેવાની ધમકી પણ આપી હતી.જો કે IAS અધિકારી અને તેમની ટીમ અહીંથી જેમ તેમ કરીને ભાગી ગઇ હતી અને પોતાનો જીવ બચાવ્યો હતો.   

વડાલી પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા 

 

આઈએએસ અધિકારી નીતિન સાંગવાનને ધરોઈ ડેમ નજીકના અંબાવાડા ગામ પાસે માછીમારી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકોએ બંધક બનાવ્યાં હતા. મત્સ્યોદ્યોગ પ્રોજેક્ટમાં કથિત ગેરરીતિની તપાસ માટે આ ટીમ અહીં પહોંચી હતી. સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક વિશાલ વાઘેલાએ જણાવ્યું કે મત્સ્યોદ્યોગ નિયામક તરીકે કામ કરતા સાંગવાન કર્મચારીઓ સાથે અહીં પહોંચ્યાં હતા અને તેમના પર હુમલો કરાયો હતો.

પકડાયેલા લોકોની ઓળખ દિલીપ પરમાર, નિલેશ ગમાર અને વિષ્ણુ ગમાર તરીકે થઈ છે,હાલમાં પોલીસ ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે. જો કે આ ઘટનાથી કાયદો વ્યવસ્થાની સ્થિતી કેટલી કથળી છે તે ખબર પડે છે, અહીં એક અધિકારી પણ સુરક્ષિત નથી. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch