Thu,25 April 2024,4:23 pm
Print
header

સરકારની નવી શરૂઆત, હિંમતનગરના દેસાસણથી શરૂ કરાયો ડ્રોન સર્વે- Gujarat Post

- આજથી ડ્રોન દ્વારા સર્વે શરૂ 

- લેન્ડ રેકર્ડ કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં ડ્રોન ઉડ્યું

- હિંમતનગરના દેસાસણથી શરૂ કરાયો ડ્રોન સર્વે 

- આજે ત્રણ ગામનો સર્વે કરવામાં આવશે 

- દેસાસણ,બાવસર અને સાકરોડિયા ગામનું કરાશે સર્વે

- તાલુકાના 105 ગામોમાં કરાશે સરકારી અને ખાનગી મિલકતોનું ડ્રોન સર્વે

સાબરકાંઠાઃ જિલ્લાના ગામોની મિલકતોનું ડ્રોનથી સર્વેક્ષણ કરીને પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવશે. 133 ગામોમાં ડ્રોન દ્વારા સર્વેક્ષણ કરીને મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે.રાજ્ય સહિત કેન્દ્ર સરકાર દ્વારા સરકારી રેકર્ડનું ડિજિટલાઇઝેશન કરવાનું કામ છેલ્લાં કેટલાંય સમયથી કરવામાં આવી રહ્યું છે ખેતીલાયક જમીનનું ડિજિટલ પ્રમોગેશન કર્યાં બાદ હવે રહેણાંક અને કોમર્શિયલ મિલકતના રેકર્ડ ડિજિટલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈ ડ્રોન દ્વારા ગામડાઓની મિલકતોનું સર્વેક્ષણ કરવામાં આવશે, બાદમાં મિલકત માલિકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે.

પાઇલોટ પ્રોજેકટ જિલ્લાના મુખ્ય તાલુકા મથકેથી શરૂ કરવામાં આવ્યો છે.આજે હિંમતનગરના દેસાસણ, સકરોડીયા, બાવસર સહિતના ગામોમાં ડ્રોન દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. એક તરફ અગાઉ ખેતી લાયક જમીનનો સર્વે હાથ ધરાયો હતો, જેમા અનેક પ્રકારની ક્ષતિઓ સામે આવી હતી, બીજી તરફ આજથી અમલમાં આવેલા મિલકત સર્વેક્ષણનું ડ્રોન દ્વારા સર્વેક્ષણ હાથ ધરાયુ છે.

સાબરકાંઠા જિલ્લાના 133 ગામોનું ડ્રોન દ્વારા સર્વેક્ષણ શરૂ કરાયું છે. સર્વેક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા 133 ગામો પૈકી 125 ગામોમાં ડ્રોન દ્વારા સર્વેક્ષણ કરાશે, પ્રથમ ફેજમાં 105 ગામોનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે.ડ્રોન દ્વારા સર્વેક્ષણ કર્યાં બાદ તમામ ડેટા ઓનલાઈન કરીને સ્થાનિક કક્ષાએ મોકલવામાં આવશે,ત્યાર બાદ તેમાં રહેલી ત્રુટીઓ દૂર કરીને ફાઇનલાઈઝ કરવામાં આવશે, બાદમાં મિલકત ધારકોને મિલકતના પ્રોપર્ટી કાર્ડ ફાળવવામાં આવશે.

જિલ્લામાં ડ્રોન દ્વારા ગામડાઓમાં રહેલી મિલકતોના દસ્તાવેજો ડિજિટલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે,રોજના છ જેટલા ગામોનો ડ્રોન દ્વારા સર્વેક્ષણ કરવામાં આવશે. આજથી શરૂ થયેલ સર્વેક્ષણ કામગીરી આગામી 26 તારીખ સુધી થશે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch