Sat,25 June 2022,11:11 pm
Print
header

સાબરકાંઠાઃ બે તાલુકાઓના ત્રણ ગામોમાં વાવાઝોડું ત્રાટકતા મોટું નુકસાન- Gujarat Post

સાબરકાંઠાઃ જિલ્લામાં ગઇકાલે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ સાથે વાવાઝોડું શરૂ થઇ ગયું હતુ, હિંમતનગર તાલુકાનું ડીજીટલ ગામ આકોદરા, પ્રાંતિજ તાલુકાના છાદરડા અને વિલાસપુર ગામમાં વાવાઝોડું ત્રાટકતા આર્થિક નુકસાન થયું છે. વાવાઝોડાને કારણે અહીં અંધારપટ છવાઇ ગયો છે. આકોદરા ગામમાં પ્રવેશતા રસ્તામાં મોટો શેડ ઉડી રોડ પર પડતા રસ્તો બંધ થઇ ગયો હતો, જૂના ગામમાં અનેક કાચા મકાનોના પતરા ઉડ્યા હતા. રામદેવનગરમાં ઘરના પતરા અને સરસામાન ઉડ્યો હતો.પાંચથી વધુ વીજપોલ પડતા વીજળી ગુલ થઇ હતી.

વાવાઝોડું પ્રાંતિજ તાલુકાના છાદરડા ગામમાં પણ પહોચ્યું હતું અને ગામમાં અનેક ઘરના પતરા અને તબેલાના પતરા ઉડાડી દીધા હતા, સાથે વીજ પોલ પડી જતા વીજળી બંધ થઇ ગઈ હતી. ગામમાં પતરા ઉડીને વાગતા એક ગાયનું પુંછડુ અને એક ભેંસનો પગ કપાયો હતો જેને લઈને પશુપાલક મહિલાએ રુદન કરી મુક્યું હતું, ગ્રામજનોએ ડોક્ટર બોલાવીને ગંભીર ઈજાગ્રસ્ત પશુઓને સારવાર અપાવી હતી, વિલાસપુર ગામમાં ઘર અને શેડના પતરા ઉડ્યા હતા અને ગામમાં વીજપોલ ધરાશાયી થતા અંધારપટ છવાયો હતો,વાવાઝોડાને કારણે નુકસાન થતા સ્થાનિક લોકો હવે સરકારની મદદની રાહ જોઇને બેઠા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch