Fri,19 April 2024,4:58 pm
Print
header

મેરીયુપોલમાં વધુ એક સામૂહિક કબર મળી, હજારથી વધુ મૃતદેહો દફનાવવામાં આવ્યાંનો દાવો- Gujarat Post

કીવઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે બે મહિના પૂરા થવાના છે.યુદ્ધનો અંત દેખાતો નથી. ડોનબાસ વિસ્તારમાં રશિયન સેનાએ હુમલાની તીવ્રતા વધારી દીધી છે. પુતિનની સેનાએ મેરીયુપોલ પર કબ્જો કર્યાંનો દાવો કર્યો છે. મેરીયુપોલમાં કેટલા યુક્રેનિયન સૈનિકો રશિયાનો સામનો કરી રહ્યાં છે. રશિયન સૈનિકો હાલમાં છુપાયેલા સૈનિકો પર હુમલો કરવા આગળ વધી રહ્યાં નથી. તેઓ તેમના ઠેકાણાઓને ઘેરી લઈને બહાર નીકળવાની રાહ જોઈ રહ્યાં છે. રશિયન સૈન્ય યુક્રેનિયન સૈનિકો માટે ફક્ત બે જ વિકલ્પ છોડવા માંગે છે - કાં તો બહાર આવ્યાં પછી આત્મસમર્પણ કરવું અથવા અંદર રહીને ભૂખે મરી જવું.

નાશ પામેલા યુક્રેનિયન શહેર મેરીયુપોલની બહાર બીજી સામૂહિક કબર મળી આવી છે. શહેરના મેયરના સલાહકારે આ માહિતી આપી હતી. સિટી કાઉન્સિલે પ્લેનેટ લેબ્સ દ્વારા લેવામાં આવેલી એક સેટેલાઇટ તસ્વીર પોસ્ટ કરી છે, જેમાં સામૂહિક કબર હોવાનું બતાવાઇ રહ્યું છે. 45 મીટર લાંબી અને 25 મીટર પહોળી કબરમાં ઓછામાં ઓછા 1,000 મેરીયુપોલ રહેવાસીઓના મૃતદેહ હોવાનો દાવો છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે ગયા અઠવાડિયે યુદ્ધ જહાજ મોસ્કવા પર આગ ફાટી નીકળ્યાં બાદ એક નાવિકનું મૃત્યું થયું હતું, 27 ગુમ થયા હતા અને 396ને બચાવી લેવામાં આવ્યાં હતા. રશિયા તરફથી આ નિવેદન યુદ્ધ જહાજ ડૂબી જવાના એક સપ્તાહ બાદ આવ્યું છે. ઘટનાના થોડા સમય પછી રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે યુદ્ધ જહાજમાં સવાર દરેકને બચાવી લેવામાં આવ્યાં છે. મંત્રાલયે વિરોધાભાસી નિવેદનો પર કોઈ સ્પષ્ટતા આપી નથી. યુક્રેને કહ્યું કે તેણે મિસાઈલ વડે યુદ્ધ જહાજ પર હુમલો કર્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch