Thu,25 April 2024,11:11 am
Print
header

યુક્રેનની સેનાએ રશિયાને આપ્યો મોટો ફટકો, 2 રશિયન જનરલના મોત, પુતિને અત્યાર સુધી 9 જનરલ ગુમાવ્યાં- Gujarat Post

કીવઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 100 દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી તેનું કોઈ પરિણામ આવ્યું નથી.એક તરફ રશિયા યુક્રેનમાં તબાહી મચાવી રહ્યું છે, બીજી તરફ યુક્રેન સેના રશિયન સેનાને ભારે નુકસાન પહોંચાડી રહી છે.

ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર રવિવારે પૂર્વી યુક્રેનમાં રશિયન સેનાને મોટો ઝટકો લાગ્યો હતો, અન્ય એક જનરલનું મોત થઇ ગયું છે.રશિયન જનરલની ઓળખ મેજર જનરલ રોમન કુતુઝોવ તરીકે થઈ છે. આ સિવાય સોશિયલ મીડિયા પર એક સમાચાર વધુ વાયરલ થઈ રહ્યાં છે કે શનિવારે રશિયન ઓફિસર અને લેફ્ટનન્ટ જનરલ રોમન બર્નિડિકોવનું અવસાન થયું છે.જો કે આ સમાચારની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

અત્યાર સુધીમાં 9 રશિયન જનરલ માર્યાં ગયા

યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયન સેનાને મોટું નુકસાન થયું છે,અત્યાર સુધીમાં રશિયાના 9 જનરલ માર્યાં ગયા છે. રશિયા સત્તાવાર રીતે લશ્કરી જાનહાનિના આંકડા જાળવી રાખે છે, 25 માર્ચથી યુક્રેનમાં તેના સત્તાવાર જાનહાનિના આંકડા અપડેટ કર્યાં નથી. 24 ફેબ્રુઆરીએ યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ 1351 રશિયન સૈનિકો માર્યાં ગયા છે.

યુક્રેનને રશિયન સેનાપતિઓને મારવામાં મદદ કરતી યુએસ ગુપ્તચર !

બ્રિટનના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે રશિયાને યુક્રેનમાં મિડ-લેવલ અને જુનિયર રેન્કિંગ ઓફિસરોની ઘણી તકલીફ પડી છે. ગયા મહિને એવા અહેવાલ આવ્યાં હતા કે યુએસ ઈન્ટેલિજન્સ યુક્રેનની સેનાને યુદ્ધમાં રશિયન જનરલોને મારવા માટે મદદ કરી રહી છે.નામ જાહેર ન કરવાની શરતે ધ ન્યૂયોર્ક ટાઈમ્સે વરિષ્ઠ અધિકારીઓને ટાંકીને દાવો કર્યો હતો કે યુએસ ઈન્ટેલિજન્સે ઘણા યુદ્ધક્ષેત્રના મુખ્ય મથકોના ઠેકાણા શોધી કાઢ્યા હતા,જે તે સ્થળ હતા જ્યાં રશિયન જનરલ હતા.આ માહિતી યુક્રેનિયન સેના સાથે શેર કરવામાં આવી હતી. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch