Fri,26 April 2024,4:36 am
Print
header

Russia Ukraine War: યુક્રેનમાં નરસંહારની સૌથી ભયાનક તસવીરો આવી સામે- Gujarat Post

(તમામ તસવીર સૌજન્યઃ એએફપી ટ્વિટર)

રશિયા-યુક્રેન યુદ્ધનો 40મો દિવસ

યુક્રેનના બુચામાં અત્યાર સુધીનો સૌથી મોટો હત્યાકાંડ સામે આવ્યો

300 થી વધુ લોકોને મારીને દાટી દીધા હોવાનો થયો ઘટસ્ફોટ

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો 40મો દિવસ છે. રશિયાએ યુક્રેનના ડોનબાસમાં તેના દળોને કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રશિયા અહીં સતત હુમલા કરી રહ્યું છે, જેને કારણે અહીં ઘણું નુકસાન થયું છે. સાથે જ યુક્રેન દ્વારા પણ હુમલાનો જવાબ આપવામાં આવી રહ્યો છે.

યુક્રેનના બુચામાં અત્યાર સુધીનો સૌથી મોટો હત્યાકાંડ પ્રકાશમાં આવ્યો છે. રશિયન સૈનિકોએ અહીં 300 થી વધુ લોકોની હત્યા કરી હોવાનો યુક્રેને દાવો છે. જો કે રશિયા દ્વારા આ વાતને નકારી કાઢવામાં આવી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ રશિયન હુમલામાં યુક્રેનમાં નાગરિકોની હત્યા પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું અમે યુક્રેનમાં નાગરિકોની હત્યાની સખત નિંદા કરીએ છીએ અને રશિયાને જવાબદાર ઠેરવવા માટે પ્રતિબદ્ધ છીએ.અમે યુક્રેનને સમર્થન આપવાનું ચાલુ રાખીશું.

સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યાં અનુસાર રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 1417 નાગરિકોના મોત થયા છે,2038 લોકો ઘાયલ થયા છે.આ આંકડાઓમાં મર્યુપોલ અને ઇરપિન શહેરોમાં મૃત્યુંનો સમાવેશ થતો નથી. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે વાસ્તવિક આંકડો ઘણો વધારે હોઈ શકે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch