Thu,25 April 2024,5:29 pm
Print
header

શું રશિયા યુક્રેન યુદ્નનો નહીં આવે અંત ? જાણો અમેરિકાએ શું કરી મોટી જાહેરાત- Gujarat Post

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 56મો દિવસ છે. બંને દેશ એકબીજા સામે ઝુકવા તૈયાર નથી. રશિયન સેના દિવસેને દિવસે વધુ આક્રમક બની રહી છે ત્યારે યુક્રેનની સેના અમેરિકા અને અન્ય મોટા દેશોની મદદથી યુદ્ધમાં મક્કમ બનીને ઉભી છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલય માહિતી આપી છે કે તેઓ યુક્રેનને વધુ એક સૈન્ય સહાય પેકેજ આપશે. જેના પરથી સ્પષ્ટ છે કે અમેરિકા પણ નથી ઈચ્છતું કે રશિયાનું વર્ચસ્વ ઘટાડવા માટે આ વિશ્વયુદ્ધનો અંત આવે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા ફરી એકવાર યુક્રેનને સૈન્ય સહાય પેકેજ આપવા જઈ રહ્યું છે. 

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાની સેના વિશ્વની સૌથી ક્રૂર સેના છે. તેને માનવતા સાથે કોઈ લેવાદેવા નથી. રશિયન દળોએ પૂર્વ યુક્રેનના ક્રેમિન્ના શહેર પર કબ્જો કરી લીધો છે, યુક્રેનિયન સૈનિકો પાછા હટી ગયા છે, રોયટર્સ અનુસાર  ગવર્નરે મંગળવારે આ માહિતી આપી છે.  18,000 થી વધુની વસ્તી ધરાવતા ક્રેમિન્ના પર રશિયન સેનાએ કબ્જો કરી લીધો છે. 

ગવર્નરે સ્પષ્ટ કર્યું ન હતું કે રશિયન સેનાએ ક્યારે ક્રેમિના પર કબ્જો કરી લીધો છે. પરંતુ કહ્યું કે રશિયાએ ચારે બાજુથી હુમલો કર્યો હતો. મૃતકોની સંખ્યા અંગે, તેમણે કહ્યું, આ ગણતરી કરવી અશક્ય છે. અમારી પાસે સત્તાવાર આંકડો 200 છે પણ આ આંકડો ઘણો વધુ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch