રશિયાઃ ઉત્તર કોરિયા સાથે હથિયાર ડીલ પર ધમકી મળ્યાંના 24 કલાકની અંદર રશિયાએ અમેરિકા સામે બદલો લઈ લીધો છે. રશિયાએ બે અમેરિકન રાજદ્વારીઓને પોતાના દેશમાંથી હાંકી કાઢ્યા છે. જેને કારણે અમેરિકા લાલઘુમ થઇ ગયું છે. બે દિવસ પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન વચ્ચે મુલાકાત થઈ હતી. આ પછી અમેરિકાએ રશિયાને ધમકી આપી હતી કે જો તે ઉત્તર કોરિયા સાથે કોઇ પણ પ્રકારના હથિયારની ડીલ કરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. જો કે રશિયા કોઇ પણ હિસાબે અમેેરિકા સામે જુકવા તૈયાર નથી.
રશિયાના વિદેશ મંત્રાલયે ગુરુવારે બે અમેરિકન રાજદ્વારીઓને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવાના આરોપમાં અનિચ્છનીય વ્યક્તિ જાહેર કર્યાં અને તેમને 7 દિવસની અંદર દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. મંત્રાલયે એક નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે રશિયામાં યુએસ એમ્બેસીના ફર્સ્ટ સેક્રેટરી જેફરી સિલિન અને સેકન્ડ સેક્રેટરી ડેવિન બર્નસ્ટીન વ્લાદિવોસ્તોકમાં યુએસ એમ્બેસીના ભૂતપૂર્વ કર્મચારીઓ સાથે સંપર્કમાં રહ્યાં હતા. જેમની આ વર્ષની શરૂઆતમાં ધરપકડ કરવામાં આવી હતી. ભૂતપૂર્વ કર્મચારીઓ પર યુક્રેનમાં રશિયાની લશ્કરી કાર્યવાહી અને સંબંધિત મુદ્દાઓ વિશે યુએસ રાજદ્વારીઓ માટે માહિતી એકત્ર કરવાનો આરોપ છે.
રશિયાએ અમેરિકન રાજદૂતને બોલાવ્યાં
અમેરિકાએ ઉત્તર કોરિયા સાથે કોઈપણ પ્રકારના શસ્ત્ર સોદા સામે ચેતવણી આપ્યાં બાદ રશિયા તક શોધી રહ્યું હતું. રશિયામાં યુએસ એમ્બેસેડર લિન ટ્રેસીને ગુરુવારે બોલાવવામાં આવ્યાં હતા અને સિલિન અને બર્નસ્ટેઇનની હકાલપટ્ટીની જાણ કરવામાં આવી હતી. મોસ્કોમાં યુએસ એમ્બેસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુએસ સરકાર યોગ્ય રીતે જવાબ આપશે. બ્રાતિસ્લાવામાં રશિયન દૂતાવાસમાંથી એક રાજદ્વારીને આંતરરાષ્ટ્રીય સંધિઓનું ઉલ્લંઘન કરવા બદલ હાંકી કાઢે છે. તેમણે કથિત ઉલ્લંઘન વિશે કોઈ માહિતી આપી ન હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે રાજદ્વારીને કલાકોમાં જ દેશ છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ઘરના દરવાજા પાસે અચાનક ધડાકા સાથે ફાટી જમીન, જોત જોતામાં મહિલા સમાઈ ગઈને પછી..... | 2024-09-20 11:39:22
ક્ષત્રિયોના નવા સંગઠન સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત, ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ તરીકે તાજપોશી- Gujarat Post | 2024-09-20 11:34:54
Surat News: ગુજરાતમાં નકલીની બોલબાલા, સુરતમાંથી ઝડપાયો નકલી કસ્ટમ અધિકારી | 2024-09-20 11:16:42
આ વીડિયો તમને વિચલિત કરી દેશે, છત પરથી મૃતદેહો ફેંકવાના વીડિયોથી ઘેરાઇ ઈઝરાયેલી સેના, પેલેસ્ટાઈને કહ્યું- આ અમાનવીય વર્તન | 2024-09-20 09:06:02
ભારતમાં iPhone 16નું વેચાણ શરૂ થતાં જ જોરદાર પડાપડી, મુંબઈમાં સ્ટોરની બહાર લાગી લાંબી લાઈનો | 2024-09-20 09:02:28
યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં કર્યો ઘટાડો, સમગ્ર વિશ્વના શેરબજારો પર દેખશે અસર | 2024-09-19 09:35:55
લોહિયાળ બદલો... હિઝબુલ્લાએ 5 મીનિટમાં ઈઝરાયેલ પર 20 રોકેટ છોડ્યાં, જાણો- ઈઝરાયેલે શું કહ્યું? | 2024-09-19 09:10:42
US Elections 2024: આગામી સપ્તાહે પીએમ મોદી સાથે મુલાકાત કરશે ડોનાલ્ડ ટ્રમ્પ, ચૂંટણી પ્રચારમાં થઈ જાહેરાત- Gujarat Post | 2024-09-18 11:36:42
લેબનોન પેજર બ્લાસ્ટમાં 9 લોકોનાં મોતથી ઇઝરાયેલ સામે હિઝબુલ્લા લાલઘૂમ, ઈરાનના રાજદૂત પણ બન્યાં બ્લાસ્ટનો શિકાર | 2024-09-18 09:03:02
લોટસ 300 કંપનીમાં દરોડાઃ નિવૃત્ત IAS નીકળ્યાં ધનકુબેર, ઘરને બનાવી રાખ્યું હતું હીરાનો ભંડાર, EDને પણ યાદ રહેશે આ દરોડા | 2024-09-19 09:22:59