Tue,23 April 2024,7:03 pm
Print
header

રશિયામાં 23 મુસાફરોને લઈને જઈ રહેલું પ્લેન ક્રેશ, 2 પાયલોટ સહિત 16 લોકોનાં મોત

રશિયાઃ રવિવારે એક મોટી વિમાન દુર્ઘટના બની છે.અહી એક પ્લેન ક્રેશ થયું, જેમાં 2 પાયલોટ સહિત 16 લોકોના મોત થઇ ગયા છે. આ વિમાનમાં પાયલોટ સહિત કુલ 23 લોકો સવાર હતા. વિમાનમાં સવાર 23 પૈકીના 7 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. રશિયન સમાચાર એજન્સી તાસના અહેવાલ પ્રમાણે મધ્ય રશિયા ખાતે બનેલી આ દુર્ઘટનામાં 16 લોકો મોત થયા છે. અગાઉ પણ રશિયાના આંતરિયાળ વિસ્તારોમાં આ પ્રકારની વિમાની દુર્ઘટનાઓ નોંધાયેલી છે જેના માટે જૂના વિમાનો એક મુખ્ય કારણ માનવામાં આવે છે.

મેનજેલિંસ્ક શહેર ખાતે એક લેટ એલ-410 ટર્બોલેટ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેનું સ્વામિત્વ એક એરો ક્લબ પાસે હતું. વિમાન મોસ્કોના સમય પ્રમાણે આશરે 9:11 કલાકે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાનમાં સવાર 7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, બાકીના 16 લોકોના મોત થયા છે.

વિમાનના કાટમાળ સુધી પહોંચવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિમાનમાં સવાર લોકોને બચાવવા માટે એમઆઈ-8 હેલિકોપ્ટર્સ તૈનાત કરવામાં આવ્યાં હતા. ગત મહિને 23મી તારીખે રૂસના સુદૂર પૂર્વ ખાતે એન્ટોનોવ એએન-26 પરિવહન વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તેમાં સવાર તમામ 6 લોકો માર્યા ગયા હતા. તે વિમાન એક દિવસ પહેલા રડારમાંથી ગાયબ થઈ ગયું હતું. આ પ્રકારની મોટા ભાગની દુર્ઘટનાઓમાં મુખ્ય કારણ વિમાન ખૂબ જૂના હોય તે છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch