Thu,25 April 2024,11:56 am
Print
header

ભાજપની પોલ ખુલી, કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જ કહ્યું કોરોનામાં લોકોને ખાટલા-બાટલા મેળવવામાં મુશ્કેલી પડી

અમરેલી: ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી દરમિયાન લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકોને કોરોનાની સારવાર મેળવવામાં મોટી તકલીફોનો સામનો કરવો પડ્યાનું જગજાહેર છે પરંતુ ભાજપની વિજય રૂપાણી સરકારે આ વાતનો સ્વીકાર કર્યો નથી. જો કે હવે ભાજપના જ દિગ્ગજ નેતાએ જાહેરમાં આ વાત સ્વીકારી લીધી છે. અમરેલીમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કોરોનાની બીજી લહેર દરમિયાન લોકોને ખાટલા-બાટલા મેળવવામાં તકલીફો પડી હોવાનો સ્વીકાર કર્યો છે.આ સમયે ડોકટર્સ અને પેરામેડિકલ સ્ટાફને પડેલી તકલીફો અંગે પણ તેમને માફી માંગી હતી.

રૂપાલાએ આજે શાંતાબા મેડીકલ કોલેજમાં પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે કોરોનાની બીજી લહેર દરમિયાન મેં પણ ખાટલા-બાટલા માટે ફોન કર્યાં હતા. હું પણ કહેતો હતો કે શું એક ખાટલો ના મળે ? પોતાના સંબોધનમાં રૂપાલાએ કહ્યું કે મારી જેમ અન્ય લોકોએ પણ પોતાના સ્વજનો માટે સુવિધા માગવા ફોન કર્યાં હશે, જેના કારણે તબીબી સ્ટાફને તકલીફો પણ પડી હશે.

અમરેલીમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ખાટલા અને બાટલા મુદ્દે મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનને લઈ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને ભાજપ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યાં છે. ધાનાણીએ કટાક્ષ કરતા લખ્યું કે, ""માફી નહીં, માનવ વધનો ખટલો ચલાવો"" સાહેબ, "મહાણે લોખંડની ખાટલી" ઓગળી તોય "અહંકારી રાજની પાટલી" તો "ના" જ પીગળી..!  હવે કહેતા જાજો સરકારને કે જે કોરોના મહામારીમાં દવાખાને "ખાટલા" અને ઓક્સિજનનાં "બાટલા" પણ "ના" પહોંચાડી શકે.., એણે "સત્તાના પાટલે" બેસવાનો કોઈ અધિકાર નથી.! 

કોંગ્રેસે હવે રૂપાલાના સ્ટેટમેન્ટને આધારે વિજય રૂપાણી સરકારને ઘેરી છે અગાઉ ભાજપ સરકાર આ બધું માનવા તૈયાર ન હતી જો કે હવે તેમના જ મંત્રીએ કરેલા એક નિવેદનથી એ સાબિત થઇ ગયું છે કે કોરોનામાં જનતાએ બહુ ભોગવ્યું છે અને પોતાના સ્વજનો પણ ગુમાવ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch