Tue,17 June 2025,10:35 am
Print
header

ગુજરાતમાં તમાકુ, છીંકણીના વેપારીઓ પર આઈટીના દરોડામાં રૂ,170 કરોડના બેનામી વ્યવહારો પકડાયા

  • Published By
  • 2025-02-23 10:31:11
  • /

અમદાવાદ, ભાવનગર અને નડિયાદમાં તમાકુ અને છીંકણીના કારોબાર સાથે સંકળાયેલા રણછોડદાસ ઝીણાભાઈ ધોળકિયા ગ્રુપ તથા અન્યોને ત્યાં 18 ફેબ્રુઆરીના રોજ આવકવેરા વિભાગે કુલ 35 સ્થળો પર દરોડા પાડ્યા હતા.સર્ચ દરમિયાન 170 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો પકડાયા હતા. તેમજ 9 કરોડ રૂપિયાની રોકડ તથા જ્વેલરી મળી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત આવકવેરા વિભાગની સર્ચ તથા દરોડાની કામગીરી દરમિયાન એક જ સ્થળેથી 20 પ્રાઈવેટ લોકર પૈકી 9 લોકર હજુ સીલ કરાયેલા છે અને તે સિવાયના 11 ખાનગી લોકર ઓપરેટ કરાયા છે.

આવકવેરા વિભાગના સર્ચ દરમિયાન મળી આવેલા ડોક્યુમેન્ટ ડિજીટલ ડેટાની પ્રાથમિક ચકાસણીમાં તમાકુ અને છીંકણીના રૂ. 70 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે તેમજ પ્રોપર્ટી વેચાણના રૂ. 30 કરોડના વ્યવહારો મળ્યા હતા.ઉપરાંત જમીન, મકાનમાં રૂ. 30 કરોડનું રોકાણ મળ્યું છે. રોકડાંથી ખરીદ-વેચાણના રૂ. 40 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા છે.

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા 26 સ્થળો પર દરોડા તથા સર્ચની કામગીરી શરૂ કરવામાં આવી હતી. IT વિભાગે રૂ. 4.5 કરોડની રોકડ જપ્ત કરી છે. જ્યારે રૂ. 14 કરોડની જ્વેલરી મળી હતી. પરંતુ સ્ટોકિંગ ટ્રેડ માટે હોવાથી તે પૈકી ફક્ત રૂ. 4.5 કરોડની જ્વેલરી જપ્ત કરાઈ છે. આવકવેરા વિભાગ દ્વારા કુલ રૂ. 9 કરોડની રોકડ અને જવેલરી જપ્ત કરવામાં આવી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch