ગાંજાને ટ્રોલી બેગની અંદર પ્લાસ્ટિકના પડમાં સ્ક્રૂથી ફીટ કરવામાં આવ્યો હતો
અમદાવાદ: સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડ્રગ્સની તસ્કરીનો મોટો કીમિયો કસ્ટમ વિભાગે નિષ્ફળ બનાવ્યો હતો. બેંગકોકથી વાયા મલેશિયા થઈને આવેલા ચાર મુસાફરો પાસેથી ₹12 કરોડની કિંમતનો 'હાઈડ્રોપોનિક ગાંજો' મળી આવ્યો હતો. આ ડ્રગ્સ બેગના ગુપ્ત ખાનામાં એવી રીતે છુપાવ્યું હતું કે અધિકારીઓને તે શોધવામાં પરસેવો વળી ગયો હતો.
એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) ને ચોક્કસ બાતમી મળી હતી કે મલેશિયા એરલાઇન્સની ફ્લાઈટ દ્વારા ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું છે. ફ્લાઈટ અમદાવાદ ઉતરતા જ તપાસ હાથ ધરાઈ હતી. દરમિયાન પંજાબના 3 અને વડોદરાના 1 યુવકની હરકતો શંકાસ્પદ જણાતા તેમને અટકાવવામાં આવ્યાં હતા.
તસ્કરોએ ડ્રગ્સ છુપાવવા માટે જબરદસ્ત કીમિયો અજમાવ્યો હતો. ટ્રોલી બેગમાં સામાન કાઢ્યાં પછી અંદરનું કાપડ ચાકુથી ફાડવામાં આવ્યું હતું. અંદર પ્લાસ્ટિકના પડને સ્ક્રુથી ફીટ કરવામાં આવ્યું હતું, જે સ્ક્રૂ-ડ્રાઈવરથી ખોલવામાં આવ્યા. સ્ક્રૂ ખોલ્યાં પછી પણ પ્લાસ્ટિક ન નીકળતા હથોડીનો ઉપયોગ કરવો પડ્યો હતો. આશરે 16 મિનિટની ભારે જહેમત બાદ અંદરથી ગાંજો મળ્યો હતો.
કસ્ટમ વિભાગને 12.4 કિલો ગાંજો મળ્યો છે, જેની બજાર કિંમત 12 કરોડ રૂપિયાથી વધુ છે. હાલમાં વડોદરાના યુવક સહિત ચારેય મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે આ ડ્રગ્સ કોને આપવાનું હતું અને આની પાછળ મોટું કોઈ રેકેટ કામ કરી રહ્યું છે કે કેમ તેની તપાસ કરી રહી છે.
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેકપોસ્ટ સાથે અથડાયું, 11 સુરક્ષા કર્મચારીઓનાં મોત | 2026-02-17 15:05:30
Crime News: અમદાવાદમાં સસરાએ શાંત રહેવા ટોકતા જમાઈ જમ બન્યો, કરપીણ હત્યા કરી ફરાર | 2026-02-15 14:09:04
રૂ. 7.97 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે ભાઈ અને બહેનની ધરપકડ, માફિયાઓનું નેટવર્ક અમદાવાદથી બેંગકોક સુધી | 2026-02-13 14:39:59
રાજુ કરપડાએ ગોપાલ પર લગાવ્યા ગંભીર આરોપ, ઈટાલિયાએ આપ્યો વળતો જવાબ - Gujarat Post | 2026-02-12 16:54:50
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: સુપ્રીમ કોર્ટનો ત્રણ અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવા આદેશ - Gujarat Post | 2026-02-11 18:42:15
અમદાવાદ એરપોર્ટ પરથી રૂ..30 કરોડનું હેરોઈન ઝડપાયું, સાબુના બોક્સ અને સફેદ પરબીડિયામાં સંતાડ્યું હતું | 2026-02-10 18:53:36