Wed,24 April 2024,9:07 pm
Print
header

ગિરનાર જતા પ્રવાસીઓને લઇને આવ્યાં મહત્વના સમાચાર, જાણો કેમ બંધ કરાયો રોપ-વે ?

જૂનાગઢઃ મહાશિવરાત્રીએ જૂનાગઢમાં યોજાતા મેળામાં ચાલુ વર્ષે કોરોનાને લઇને લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાધુ-સંતો ધાર્મિક પૂજાવિધિ કરી મેળાની પરંપરા જાળવશે તેવું નક્કિ કરાયું છે. મેળાના સમયગાળા દરમિયાન  જૂનાગઢમાં બહારથી આવતા પ્રવાસીઓની ભીડ એકઠી ન થાય તે માટે ગીરનાર પર ચાલતો રોપ વે આજથી 11 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

શિવરાત્રીના મેળાના સમયગાળામાં જૂનાગઢમાં રોપ વે માં બેસવા માટે મોટી સંખ્‍યામાં પ્રવાસીઓ ઉમટી પડે તેવી શકયતા છે. જેથી કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે સર્તકતાના ભાગરૂપે તારીખ 6 માર્ચથી 11 માર્ચ સુધી રોપ વે બંધ રહેશે.આ પહેલા જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને સાધુ-સંતો સાથે એક બેઠક મળી હતી, જેમાં રૂદ્રેશ્વર જાગીર આશ્રમના ઇન્દ્રભારતી મહારાજ, અન્ય સાધુ-સંતો, મેયર ધીરુભાઈ ગોહેલ, મ્યુ.કમિશનર તુષાર સુમેરા, ડીસીએફ ડો.સુનિલ બેરવાલ, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ઉતારા મંડળના ભાવેશ વેકરીયા સહિતના લોકો હાજર રહ્યાં હતા. જેમાં પ્રવર્તમાન કોરોના મહામારીને લઈને ભાવિકો માટે મહા શિવરાત્રીનો મેળો મોકૂફ રાખવા માટે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.

કોરોનાને લઈને જેમ લીલી પરિક્રમા મોકૂફ રાખીને માત્ર પરંપરા જાળવવા પ્રતિકાત્મક પરિક્રમાનું આયોજન કર્યું હતું, તેમ મેળા માટે સાધુ-સંતો દ્વારા કેવી રીતે મહા શિવરાત્રીની ઉજવણી કરવી તે નક્કી કરવામાં આવશે, આગામી તા.7 માર્ચને મહા વદ નોમના દિવસે સાધુ-સંતો દ્વારા સ્નાનવિધિ બાદ ભવનાથ મંદિરે ધ્વજારોહણ પૂજન-અર્ચન કરીને ઉજવણી કરવામાં આવશે, ત્યાર બાદ કયા  અખાડામાંથી કેટલા સંતો-સેવકો આવે છે તેના પર રવેડી સહિતના કાર્યક્રમો નક્કી કરવામાં આવશે. દર વર્ષે મહા શિવરાત્રીના મેળામાં 12 થી 15 લાખ ભાવિકો આવતા હોય છે, પરંતુ આ વખતે કોરોના મહામારીને લઈને મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર ના થાય અને તેઓ ઘરે બેઠા શિવરાત્રીના મેળાની પરંપરાગત ઉજવણી માણી શકે તે માટે લાઈવ પ્રસારણ કરવામાં આવશે. 

ભવનાથ મેળાને લઇને મહંત આત્માનંદજીએ કહ્યું કે ભવનાથ મેળો સરકારના આદેશથી બંધ નહીં રહે. આત્માનંદજીએ ભાવિકોને મેળામાં આવવા હુંકાર કર્યો છે.આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ પોતાનું ધાર્યું કરે છે. સનાતન ધર્મના પ્રસંગમાં મનમાની નહીં કરવા દઇએ. ચૂંટણી સભા અને સરઘસ કાઢો છો ત્યારે કોરોના નથી નડ્યો.ધર્મની વાત આવે એટલે આવા આદેશ કરો છો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch