Sat,20 April 2024,1:28 am
Print
header

અંધશ્રદ્ધા, પ્રેમીએ પ્રેમિકાને પોતાના વશમાં કરવા પહેલાં તંત્ર-મંત્રનો સહારો લીધો અને પ્લાન નિષ્ફળ જતા...

રૂડકી: ઉત્તરાખંડના રૂડકીમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. પ્રેમીએ પ્રેમિકાને પોતાના વશમાં કરવા માટે પહેલાં તંત્ર-મંત્રનો સહારો લીધો હતો,પોતાના પ્રેમને મેળવવામાં નિષ્ફળ રહ્યો તો તાંત્રિકની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે હત્યાકાંડનો ખુલાસો કરતાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

એસએસપી જણાવ્યું કે રાત્રે લગભગ સવા બે વાગ્યે બાઇક સવારોએ નમાજ પઢીને પરત ફરી રહેલા ઇરફાનની ગોળી મારીને હત્યા કરી હતી. ઇરફાન તાંત્રિકનું કામ કરતો હતો, થોડા દિવસ પહેલાં તંત્ર-મંત્રને લઇને રાહુલ તથા વિશાલ સાથે ચર્ચાં થઇ હતી. ત્યાર બાદ બંનેની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી છે. પૂછપરછમાં રાહુલ અને વિશાલે જણાવ્યું કે તેમણે ઇરફાનને પૈસા આપીને છોકરીને વશમાં કરવા માટે એક ટોટકો કરાવ્યો હતો, તેનું કામ ન થતા તેમને ગાળો આપી હતી, સાથે જ તેમણે કહ્યું કે ઇરફાને તેમને બરબાદ કરવા માટે ઉલટો ટોટકો કરી દીધો છે, ત્યાર બાદ તેના પરિવારને નુકસાન થવા લાગ્યું, બંનેએ ઇરફાનને ટોટકાને દૂર કરવા માટે કહ્યું, પરંતુ ઇરફાન માન્યો નહી.

પોલીસ પૂછપરછમાં વિશાલે જણાવ્યું કે તેને એક છોકરીને વશમાં કરવા માટે ટોટકો કરાવ્યો હતો, તેની ઉંધી અસર થઇ અને તે નફરત કરવા લાગી હતી.દરમિયાન રાહુલના પિતાનું મોત થઇ ગયું હતુ. તેના માટે ઇરફાનને જવાબદાર ગણાવ્યો હતો.ઇરફાન સાથે બદલો લેવા માટે બંનેએ પોતાના મિત્ર ગૌરવ અને આકાશ સાથે મળીને પ્લાન બનાવ્યો, પછી ઇરફાનની હત્યા કરી દીધી હતી. 

પોલીસે રાહુલ અને વિશાલના નિવેદન બાદ હત્યાને લઇને 2 મોટરસાઇક, એક 315 બોરનો તમંચો અને 2 જીવતા કારતૂસ મળી આવ્યાં છે. પોલીસે ગૌરવ અને આકાશની ધરપકડ કરી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch