પત્ની બાર ડાંસર હતી અને અમદાવાદમાં હોટલ મેનેજર હોવાનું કહેતી હતી
દિવ્યાએ તેના પહેલા લગ્નની વાત છુપાવી હતી
નવી દિલ્હીઃ રોહતકના બહુઅકબરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ડોભ ગામના રહેવાસી મગન ઉર્ફે અજયના આત્મહત્યા કેસમાં એક નવો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો દિવ્યાએ પોતે જ પોતાના પતિ મગનને ફોન પર મોકલ્યો હતો. આ વીડિયો જોયા પછી મગન સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો અને તેણે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
તેને એટલી તો ખબર હતી કે દિવ્યાની કોઈ દીપક નામના વ્યક્તિ સાથે મિત્રતા છે, પરંતુ તેની સાથે એટલી ઊંડી મિત્રતા છે કે તે રૂમમાં સાથે ડાન્સ પણ કરી શકે છે, તેની તેને જાણ ન હતી. આરોપી દિવ્યા અને દીપકની ધરપકડ કરવા માટે પોલીસે પુરાવા ભેગા કરવાનું શરૂ કરી દીધું છે.
પોલીસે તપાસ કરતાં મગનના ફોનમાંથી એક વીડિયો મળ્યો હતો.આ વીડિયોમાં દિવ્યા તેના પ્રેમી દીપક સાથે હોટલના રૂમમાં ટૂંકા વસ્ત્રોમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે, તેણે દિલ્હીમાં ક્યારેય આવા કપડાં પહેર્યા ન હતા. પરિવારના સભ્યો જણાવી રહ્યાં છે કે આ વીડિયો તાજેતરમાં જ મોકલવામાં આવ્યો હતો. ત્યારથી મગન તણાવમાં હતો. તેણે દિવ્યાને ખુશ કરવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા અને તેના પરના તમામ પ્રકારના દબાણને સહન કરતો રહ્યો.
ડોભ ગામના મગનના આત્મહત્યા કેસમાં પોલીસે તપાસ તેજ કરી દીધી છે. સોમવારે પોલીસે પરિવારજનો સાથે વાત કરીને કેટલાક દસ્તાવેજો ભેગા કર્યા હતા. ઉપરાંત, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને મોબાઈલમાંથી પણ અનેક પુરાવા મળ્યાં છે.
દિવ્યાએ મગનથી તેના પહેલા લગ્નની અને તેને એક પુત્ર હોવાની વાત છુપાવી હતી. દિવ્યા અને મગનના લગ્ન થઈ ગયા હતા. તે પછી દિવ્યાના પતિએ દબાણ કર્યું, તો તેણે છૂટાછેડા માટે લાખો રૂપિયા આપીને પીછો છોડાવ્યો હતો. એટલું જ નહીં, તે શરૂઆતથી જ મગનથી જૂઠું બોલી રહી હતી. તે પોતાને અમદાવાદની એક હોટલમાં મેનેજર કહેતી હતી, જ્યારે મુંબઈ સ્થિત હોટલમાં બાર ડાન્સર તરીકે કામ કરતી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે જણાવ્યું કે,આત્મહત્યા કેસમાં તપાસ દરમિયાન પુરાવા એકઠા કરવામાં આવી રહ્યાં છે. ટૂંક સમયમાં આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
મગને 18 જૂને તેની પત્ની દિવ્યા અને તેના પ્રેમી દીપક કુમાર (મહારાષ્ટ્ર પોલીસના ઇન્સ્પેક્ટર) દ્વારા થતી હેરાનગતિથી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેણે ઘટના પહેલા બે વીડિયો પણ બનાવ્યાં હતા. ઘટના બાદ પીડિત પિતા રણવીરે પુત્રવધૂ અને તેના પ્રેમી બંને સામે કેસ દાખલ કર્યો છે. મગને વીડિયોમાં રોહતકના પોલીસ અધિક્ષક અને બહુઅકબરપુરના પોલીસ સ્ટેશનના પ્રભારીને ન્યાયની વિનંતી કરી હતી.
મગન આત્મહત્યા કરતા પહેલા ભાંગી પડ્યો હતો. જેને તે પ્રેમ કરતો હતો, તેના દ્વારા થયેલો દગો તે સહન કરી શક્યો નહીં. મગને સોશિયલ મીડિયા પર રડતા રડતા બંને વીડિયો બનાવ્યાં અને પોસ્ટ કર્યા. તેની હતાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી.
વીડિયોમાં તે કહી રહ્યો હતો કે તેની પત્ની દિવ્યા અને તેનો પ્રેમી દીપક 5 લાખ રૂપિયા લેવા માટે દબાણ કરી રહ્યાં છે. આ રૂપિયા દીપકને તેના પ્રમોશન માટે આપવાના હતા. બંને પિતા રણવીરને મારવા માટે પણ દબાણ કરવા લાગ્યાં. કહ્યું કે, તેમના મૃત્યુ પછી જમીન મારા નામે આવી જશે અને તેને વેચીને મુંબઈમાં પ્લોટ લઈશું. જો તે આવું નહીં કરે તો તેના માતા-પિતા અને તેને જેલમાં મોકલી દેશે. વીડિયોમાં મગને પોતાની વ્યથા વર્ણવતા પાણીપતની સમાજસેવી સવિતા આર્યનને કહ્યું કે મહિલા તો રડીને પોતાની વાત સાચી સાબિત કરી દે છે, પરંતુ પુરુષને જીવ આપવો પડે છે.
મગનના પિતા રણવીરે જણાવ્યું કે મગને હરિયાણાના નારનૌંદ નિવાસી દિવ્યા સાથે દિલ્હીના આર્ય સમાજમાં પ્રેમલગ્ન કર્યા હતા. તેના શોખ પૂરા કરવા માટે તેણે પહેલા ખેતીમાં ખૂબ મહેનત કરી, પરંતુ દિવ્યાના શોખ વધતા જ રહ્યા. દર મહિને તેને કંઈક ને કંઈક ગિફ્ટમાં જોઈતું હતું. એપ્રિલમાં મગને ખેતીમાંથી આવેલા દોઢ લાખ રૂપિયા આપ્યાં હતા અને પછી પોતાનો સોનાનો કડુ વેચીને પણ તેના ખાતામાં રૂપિયા નાખ્યા હતા. તે મુંબઈથી જ તેની પાસે માંગ કરતી હતી. તેમનો દીકરો મગન પત્નીની દરેક ઇચ્છા પૂરી કરવાનો પ્રયાસ કરતો હતો.
તેમણે જણાવ્યું કે દિવ્યાએ આઇફોનની માંગ કરી હતી, ત્યારે મગન પાસે 15 થી 20 કરોડ રૂપિયાની જમીન હોવા છતાં તે એક ફૂડ ડિલિવરી કંપનીનો ડિલિવરી બોય પણ બન્યો હતો અને તેણે લગભગ દોઢ લાખ રૂપિયા કમાઇને દિવ્યાને મોબાઇલ અપાવ્યો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
લોકસભામાં સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અમિત શાહે વિપક્ષ અને રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન | 2026-03-11 20:01:23
હોર્મુઝની ખાડીમાં થાઈ કાર્ગો શિપ પર હુમલો: ગુજરાત આવી રહેલા જહાજમાં લાગી આગ | 2026-03-11 19:55:34
સુરત મનપાની સામાન્ય સભામાં ભાજપ-આપના કોર્પોરેટર વચ્ચે હાથાપાઇ થઇ | 2026-03-10 18:59:30
દેશમાં નહીં સર્જાય ઘરેલું રાંધણ ગેસની અછત, કેન્દ્રની સૂચના બાદ રિફાઇનરીઓએ LPG ઉત્પાદન વધાર્યું | 2026-03-10 18:44:24
અમે હરીફ નહીં પણ ભાગીદાર છીએ: ભારત સાથેના સંબંધો પર ચીનના બદલાયા સૂર, વાંગ યીનું મોટું નિવેદન | 2026-03-08 13:29:27
ઝૂકેગા નહીં ભારત: અમેરિકાની મંજૂરીની જરૂર નથી, અમે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખીશું | 2026-03-07 17:30:31
ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં રાંધણ ગેસ મોંઘો થયો, 60 રૂપિયા સુધીનો વધારો | 2026-03-07 09:07:09
ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ઈરાન પર નવા હુમલાને લઈને આપી મોટી ચેતવણી | 2026-03-10 18:32:53
આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોત પછી પુત્ર મોજતબા ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યાં, ટ્રમ્પે કહ્યું હતું સ્વીકાર્ય નથી | 2026-03-09 08:08:07