Sat,20 April 2024,1:41 pm
Print
header

બાંગ્લાદેશમાં રોહિંગ્યા શિબિરમાં હજારો રહેઠાણો સળગી ઉઠ્યાં, 15 ના મોત, 400થી વધુ લોકો ગુમ

બાંગ્લાદેશઃ વિશ્વની સૌથી મોટી રોહિંગ્યા મુસલમાનોની વસ્તીમાં અચાનક આગ લાગવાને લીધે હજારો લોકોના હંગામી રહેઠાણો બળીને ખાખ થઈ ગયા છે. કોક્સબજાર વિસ્તારમાં આવેલા બાલુખાલી કેમ્પમાં આગ ફાટી નીકળી હતી, જે ટૂંક સમયમાં ખૂબ મોટા વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યાં અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોનાં મોત થયા છે જ્યારે 400થી વધારે લોકો ગુમ થયા છે.

શરણાર્થી શિબિરમાં અસ્થાયી રહેઠાણ તંબુઓ, પ્લાસ્ટિકની ચાદરો અને જાડા પોલિઇથિલિન શીટ્સથી બનેલા હતા. આગ પાછળના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. અકસ્માતની જાણ થતાં જ બચાવ ટીમો સક્રિય થઈ ગઈ હતી પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં અનુસાર, આ દુર્ઘટનામાં ઘણા શરણાર્થીઓના મોતની આશંકા છે.

બાંગ્લાદેશની વિશ્વની સૌથી મોટી શરણાર્થી વસાહતમાં હજારો રોહિંગ્યાઓના મકાનો આગના કારણે તબાહ થઈ ગયા છે. 2017 માં મ્યાનમારથી ભાગી ગયેલા 10 લાખથી વધુ રોહિંગ્યા શરણાર્થીઓ કોક્સબજાર અને તેની આસપાસના કેમ્પોમાં રહેતા હતા સંયુક્ત રાષ્ટ્ર તથા મુસ્લિમ દેશો તેમને મદદ કરે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch