Sat,20 April 2024,8:52 am
Print
header

સુશાંત આત્મહત્યા કેસ,રિયા ચક્રવર્તી- તેના ભાઇ શોવિત પર EDએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો

નવી દિલ્હીઃ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિત ચક્રવર્તી પર સુશાંત સ્યુસાઇડ કેસમાં સકંજો કસાયો છે. હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તી સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. સુશાંતસિંહ રાજપૂત મૃત્યું પર કેન્દ્રીય પ્રધાન આર.વી.પાસવાને કહ્યું છે કે આ મામલે બિહાર અને મહારાષ્ટ્ર બંને રાજ્યો વચ્ચે વાતચીત ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં હજી સુધી એફઆઈઆર નોંધાઈ ન હોવાને કારણે રાજ્યો વચ્ચે કોઈ સંઘર્ષ નથી. ચિરાગ પાસવાને મહારાષ્ટ્રના સીએમ ઠાકરે સાથે વાત કરી હતી કે આ મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ. અનેક રાજકીય નેતાઓ માંગ કરી રહ્યાં છે કે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવે.

બિહાર પોલીસ વતી સ્વ.અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંઘની ફરિયાદ પર રિયા ચક્રવર્તી વિરુદ્ધ કેસ નોંધ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પણ રાજ્ય પોલીસનો સંપર્ક કર્યો છે અને વિગતો માંગવામાં આવી હતી. ઇડીના સૂત્રોએ જણાવ્યું છે કે એજન્સીએ 14 જૂનના રોજ આત્મહત્યા કરનાર સ્વર્ગસ્થ બોલિવૂડ અભિનેતાના 25 કરોડ રૂપિયાના બેંક વ્યવહારને સમજવા માટે એફઆઈઆરની નકલ માંગી હતી. સૂત્રોએ માહિતી આપી હતી કે બિહાર પોલીસે નોંધાવેલી એફઆઈઆરની સમીક્ષા કર્યાં પછી ઇડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધવાનો નિર્ણય કર્યો હતો. ઇડીએ સુશાંતસિંહ રાજપૂત અને રિયાના પરિવારની બે કંપનીઓની વિગતો બેંકો પાસેથી માંગી હતી. ઇડીએ વિવિડેજ રિલીટેક્સના નાંણાકીય વ્યવહારોની વિગતો પણ માંગી છે, જેમાં રિયા ડિરેક્ટર છે, ઉપરાંત ફ્રન્ટ ઈન્ડિયા ફોર વર્લ્ડ વિશેની માહિતી પણ માંગી છે, જેમાં તેનો ભાઈ શોવિક ડિરેક્ટર છે.

તમને જણાવી દઈએ કે સુશાંતના પિતાએ રિયા વિરુદ્ધ પટણામાં એફઆઈઆર નોંધાવી હતી, જેમાં તેમના પુત્ર પર છેતરપિંડી અને ધમકી આપવાનો આરોપ મૂક્યો હતો.રિયાના વકીલ સતીષ માનશિંદેએ કહ્યું કે તેમના ક્લાયન્ટે પટણાથી મુંબઈ તપાસ  સ્થાનાંતરિત કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જ્યાં અભિનેતાના મોત અંગે તપાસ પહેલાથી જ ચાલી રહી છે. જો કે,માનશીંદે આ અરજીની સામગ્રી શેર કરવાનો ઇનકાર કર્યો હતો.

સુશાંત અને રિયા 14 જૂનના રોજ અભિનેતાના મૃત્યું પહેલા સંબંધમાં હતા. સુશાંતના પિતાએ રિયા પર ઘણા આરોપો લગાવ્યા છે, જેમાં તેમના પુત્ર પાસેથી પૈસા પડાવવાની અને મીડિયા સામે પોતાનો મેડિકલ રિપોર્ટ જાહેર કરવાની ધમકી આપવા સહિતનો આરોપ છે.સુશાંતના પિતાએ પણ રિયા પર તેમના પુત્રને તેના પરિવારથી દૂર રાખવાનો આરોપ લગાવ્યો છે. સુશાંતના પિતરાઇ ભાઇ અને બિહારના ઉંબરપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય નીરજ કુમારસિંહે કહ્યું છે કે સુશાંતના અકાળ અને અચાનક અવસાનના આઘાતથી સ્વસ્થ થતાં પરિવારે એફઆઈઆર દાખલ કરી છે. તેમણે કહ્યું કે સુશાંતના મોત મામલે અનેક પાસાઓ પણ પ્રકાશમાં આવ્યાં છે, ત્યાર બાદ તેમણે કેસ નોંધવાનો નિર્ણય કર્યો હતો.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch