Wed,24 April 2024,5:58 am
Print
header

નીતા અંબાણીની જાહેરાત, રિલાયન્સના કર્મચારીઓ અને તેમના પરિવારજનોને Corona Vaccine ફ્રી અપાશે

મુંબઈઃ દેશમાં કોરોનાને કાબૂમાં કરવા રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે તેમ છતાં કેટલાક દિવસોથી કોરોના બેકાબૂ બન્યો છે. આ દરમિયાન દેશની બે જાણીતી કંપનીઓએ તેમના કર્મચારીઓને ફ્રીમાં રસી આપવાની જાહેરાત કરી હતી. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, રિલાયન્સના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારજનોના રસીકરણનો ખર્ચ ખુદ ઉઠાવશે.

નીતા અંબાણીએ નિવેદન બહાર પાડીને કહ્યું, તમામના સમર્થનથી ઝડપથી આ મહામારીને ખતમ કરીશું પરંતુ ત્યાં સુધી સાવધાની રાખવાની જરૂર છે. આપણે આ લડાઈના અંતિમ તબક્કામાં છીએ. આપણે જીતીશું. મુકેશ અંબાણી અને મેં રિલાયન્સના કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યોને ફ્રીમાં રસી ઉપલબ્ધ કરાવવાનો ફેંસલો કર્યો છે.નીતા અંબાણીએ કર્મચારીઓને અપીલ કરી કે, જે લોકો ફ્રીમાં રસી લેવા માંગતા હોય તેઓ જલદીથી આ માટે બનેલા સરકારી પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવે. જેથી કરીને વહેલી તકે આ મહામારીમાંથી છૂટકારો મેળવી શકાય. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch