Fri,19 April 2024,5:35 am
Print
header

ગુજરાતમાં કરોડોનું રોકાણ, ગ્રીન એનર્જી સહિતના પ્રોજેક્ટમાં 5.95 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે રિલાયન્સ- Gujarat Post

ગાંધીનગરઃ ગુજરાતમાં ગ્લોબલ વાઇબ્રન્ટ સમિત 2022 કોરોનાને કારણે રદ કરવી પડી છે પરંતુ રાજ્યમાં રોકાણ આવવાનું ચાલુ છે, હવે મુકેશ અંબાણીની રિલાયન્સ ગ્રીન એનર્જી અને અન્ય પ્રોજેક્ટસમાં ગુજરાતમાં 5.95 લાખ કરોડનું રોકાણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગુજરાત સરકાર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે આ MoU સંપન્ન થયા છે. જેને કારણે રાજ્યમાં 10 લાખ જેટલી રોજગારી ઉભી થશે. 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવવાના હેતુથી ગુજરાત સરકાર સાથે આ કરાર કરાયા છે. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વતી ડાયરેકટર કોર્પોરેટ અફેર પરિમલ નથવાણીએ હસ્તાક્ષર કર્યાં છે.

રાજ્યમાં આવનારા દસકામાં 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ અને ગ્રીન હાઇડ્રોજન ઇકો-સિસ્ટમના વિકાસ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ જાહેરાત કરી છે. રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઇડ્રોજન કેપ્ટીવ ઉપયોગની નવી ટેક્નોલોજી તથા ઇનોવેશન અપનાવવા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને સહાયરૂપ બનવા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇકોસિસ્ટમ વિકસાવશે, આ MoU ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ન્યૂ એનર્જી મેન્યૂફેકચરીંગ-ઇન્ટીગ્રેટેડ રિન્યુએબલ મેન્યૂફેકચરીંગ અન્વયે 60 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

આ ન્યૂ એનર્જી મેન્યુફેકચરીંગ અન્વયે સોલાર પી.વી.મોડ્યુલ, ઇલેકટ્રોલાઇઝર, એનર્જી સ્ટોરેજ બેટરી, ફયુઅલ સેલ્સ સહિતની ફેસેલીટીઝ સ્થપાશે. ઉપરાંત રિલાયન્સ જિઓ નેટવર્કને 5G માં અપગ્રેડ કરવા આગામી વર્ષોમાં 7500 કરોડ, આવનારા પાંચ વર્ષમાં રિલાયન્સ રિટેઇલમાં રૂ. 3000 કરોડ અને હાલના તથા નવા પ્રોજેક્ટસમાં મળીને રૂ. 25 હજાર કરોડના રોકાણોના પ્રસ્તાવ પણ તેમણે રજૂ કર્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch