Fri,26 April 2024,2:50 am
Print
header

RBI નો ખુલાસો, આખરે કેમ માર્કેટમાં રૂ. 2000ની નોટ ઓછી જોવા મળી રહી છે ?

મુંબઇઃ મોદી સરકારે વર્ષ 2016માં નોટબંધી કરીને કાળુંનાણું બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સરકારનો આ નિર્ણય નિષ્ફળ જેવો જ રહ્યો છે સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ પાછી ખેંચી લીધી હતી અને 2000 રૂપિયાની નવી નોટ માર્કેટમાં મુકી હતી. ત્યાર બાદ માર્કેટમાં ચર્ચાઓ થતી હતી કે ગમે ત્યારે દેશમાં 2000ની નોટ પાછી ખેંચાઇ શકે છે જો કે આ વાતમાં કોઇ તથ્ય નથી પરંતુ માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી 2000 રૂપિયાની નોટ ઓછી જોવા મળી રહી છે તેના પર હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટથી ખુલાસો કર્યો છે.

નોટબંધીના એક વર્ષ પછી 2017માં રૂપિયા 2000ની નોટ દેશમાં સૌથી વધુ ચલણમાં હતી. માર્કેટમાં 2000ની 33630 લાખ નોટ ચલણમાં હતી તેનું મુલ્ય 6.72 લાખ કરોડ રૂપિયા હતું. પરંતુ હવે માર્કેટમાં 9120 લાખ નોટ ચલણમાં છે જેમાં 27 ટકાનો મોટો ઘટાડો થયો છે. અંદાજે 1.82 લાખ રૂપિયાની 2000 ની નોટ ચલણમાંથી બહાર થઇ છે. કારણ કે છેલ્લા 2 વર્ષથી 2000 રૂપિયાની નોટ છાપવામાં જ આવી નથી, અગાઉ જેટલી નોટ માર્કેટમાં હતી તેના કરતા ઓછી નોટ હાલમાં જોવા મળી રહી છે. નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકોરે પણ જણાવ્યું હતુ કે એપ્રિલ 2019 પછી 2000ની ચલણની નોટ છપાઇ જ નથી. હવે આરબીઆઇ ધીમે ધીમે 2000ની નોટ ઓછી કરી રહી છે. માર્કેટમાં 500, 200 અને 100 રૂપિયાની ચલણી નોટ વધુ છે અને 2000 રૂપિયાની ચલણી નોટ હવે ઓછી જોવા મળી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch