Sat,20 April 2024,11:29 am
Print
header

મોદી સરકારનો બીજો એક મોટો ઝટકો, RBIએ રેપોરેટમાં 50 બેઝિસ પોઇન્ટનો વધારો કરતા હોમ-ઓટો લોન થશે મોંઘી- gujaratpost

મુંબઇઃ મોદી સરકારના રાજમાં જનતાને વધુ એક ઝટકો પડ્યો છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપોરેટમાં 50 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો છે, જેને કારણે હવે હાઉસિંગ અને ઓટો લોન મોંઘી બનશે. RBIના ગવર્નર શક્તિકાન્ત દાસે આ જાહેરાત કરી છે. જેથી હવે હોમ લોનથી લઈને પર્સનલ લોન પરના EMI વધી જશે, સામાન્ય લોકોને આ મોટો ફટકો પડ્યો છે, થોડા દિવસ પહેલા પણ આવી જ રીતે રેપોરેટમાં વધારો કરતા બેંકોએ ઇએમઆઇ વધારી દીધા હતા.

હોમ અને ઓટો લોન થશે મોંઘી

મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો 

સામાન્ય જનતા પર પડશે બોઝ

ફરીથી 50 બેઝિસ પોઇન્ટનો વધારો કરાતા રેપો રેટ 4.90%થી વધીને 5.40% થઈ ગયો છે, જેથી બેંકો પણ તેમની લોન પરના વ્યાજદરોમાં વધારો કરશે, જનતા પહેલાથી જ સીએનજી, પેટ્રોલ-ડીઝલમાં મોંઘવારીનો સામનો કરી રહી છે, આ બધાની વચ્ચે લોન્સ પણ મોંઘી બનશે. નોંધનિય છે કે ચાર મહિનાની અંદર ત્રીજી વખત રેપોરેટ વધારવામાં આવ્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch