Thu,25 April 2024,1:15 pm
Print
header

બેંક EMI ને લઇને સૌથી મોટા સમાચાર, વધુ ત્રણ મહિનાની છૂટ મળી, રેપોરેટમાં 0.40%નો ઘટાડો

હાઉસિંગ-ઓટો સહિતી લોન સસ્તી થશે 

મુંબઇઃ કોરોનાની મહામારી સામે લડવા અને ઇકોનોમીને ફરીથી પાટા પર લાવવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી એક વખત રેપોરેટમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો છે, જેથી નવો રેપોરેટ હવે 4.40થી ઘટીને 4 ટકા થઇ ગયો છે. રિવર્સ રેટ 3.75 ટકાથી ઘટીને 3.35 ટકા કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આ જાહેરાત કરી છે, આરબીઆઇની આ જાહેરાત પછી હાઉસિંગ અને ઓટો લોન સસ્તી થશે, રાષ્ટ્રીયકૃત અને પ્રાયવેટ બેંકો તેમની લોનના રેટમાં ઘટાડો કરી શકે છે.

ઉપરાંત તમારી હાઉસિંગ સહિતની બેંક લોનના હપ્તા ચૂકવવામાં વધુ 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી લોનના હપ્તા નહીં ભરવાની જાહેરાત કરાઇ છે. ઓગસ્ટ પછી તમારા ઇએમઆઇ પાછા ચાલુ થશે. જો કે આ પોલીસી બેંકો નક્કિ કરશે, તમને જેટલા મહિના છૂટ મળશે એટલા મહિના પાછળથી તમારે હપ્તા ભરવાના રહેશે. ઇએમઆઇ પર અગાઉ બેંકોએ 3 મહિના અને હવે ફરીથી 3 મહિના, એમ કુલ 6 મહિનાની છૂટ આપી છે. જો કે એવી પણ ફરિયાદો છે કે કેટલીક બેંકોએ ઇએમઆઇ પર ગ્રાહકોને છૂટ આપી નથી.

આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે એમ પણ જણાવ્યું છે કે પહેલાં ત્રિમાસિકમાં ભારતનો જીડીપી દર 2020-21માં નેગેટિવ રહેશે. અને વર્ષના બીજા ભાગમાં થોડી તેજી જોવા મળેશે, કોરોનાની સ્થિતીમાં દેશમાં ઉદ્યોગો બંધ છે, જેની અસર ઇકોનોમી પર દેખાઇ રહી છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch