જમ્મુ-કાશ્મીરઃ કાશ્મીરમાં વધુ એક ભાજપ નેતાની સનસનીખેજ હત્યા કરી નાખવામાં આવી છે. પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં રાત્રે આતંકવાદીઓએ ભાજપના મ્યુનિસિપલ કાઉન્સિલરની ગોળી મારીને હત્યા કરી દીધી છે. કાઉન્સિલર પોતાના એક મિત્રના ઘરે જઇ રહ્યાં હતા તે સમયે તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે ત્રણ આતંકવાદીઓએ રાત્રે લગભગ 10:15 વાગ્યે રાકેશ પંડિતા પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતુ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતા.
Three unidentified terrorists shot dead Municipal Councillor of Tral Rakesh Pandita Somnath this evening. He was rushed to hospital where he succumbed to injuries: Kashmir IG Vijay Kumar pic.twitter.com/CmElXVYeCv
— ANI (@ANI) June 2, 2021
આતંકવાદીઓના ફાયરિંગમાં રાકેશ પંડિતાના મિત્રની દીકરી પણ ઘાયલ થઈ છે તેને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. રાકેશ પંડિતાને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી તેમની સાથે સુરક્ષા માટે 2 પર્સનલ સિક્યુરીટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યાં હતા.પરંતુ અહીં શંકાસ્પદ વાત એ છે કે તેમના પર હુમલો થયો ત્યારે બંન્ને સુરક્ષાગાર્ડ તેમની સાથે ન હતા ભાજપ નેતા સુરક્ષાકર્મીઓ વગર જ દક્ષિણ કાશ્મીર સ્થિત પોતાના પૈતૃક ગામ ગયા હતા. આ વિસ્તારની ઘેરાબંધી કરીને હુમલાખોરોની શોધખોળ કરવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીએ કહ્યું છે કે હિંસાની આવી મુર્ખતાપૂર્ણ ઘટનાઓએ કાશ્મીરને હંમેશા દુઃખ પહોંચાડ્યુ છે. રાજ્યના ભાજપ પ્રમુખ રવિન્દ્ર રૈનાએ આ હુમલાની નિંદા કરી. કહ્યું કે રાકેશ પંડિતાની શહાદતને અમે વ્યર્થ નહીં જવા દઈએ. કાશ્મીરમાં આતંકીઓને ખતમ કરી દેવાશે. રૈનાએ આ ઘટનાને માનવતા અને કાશ્મીરિયતની હત્યા ગણાવી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38