Sat,20 April 2024,6:14 am
Print
header

રાજુ શ્રીવાસ્તવના નિધન પર દરેક ભીની આંખે આપી રહ્યાં છે શ્રદ્ધાંજલિ, PM મોદીએ કહ્યું- તેઓ જલ્દી ચાલ્યાં ગયા- Gujarat Post

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ અનુભવી કલાકાર હોવા ઉપરાંત ખૂબ જ જીવંત વ્યક્તિ હતા

નવી દિલ્હીઃ જાણીતા હાસ્ય કલાકાર અને નેતા રાજુ શ્રીવાસ્તવનું બુધવારે દિલ્હીની AIIMSમાં નિધન થયું. રાજુ શ્રીવાસ્તવના નિધનથી તેમના લાખો ચાહતો શોકમાં છે. શ્રીવાસ્તવના નિધન પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સીએમ યોગી સહિત અનેક ટોચના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, 'રાજુ શ્રીવાસ્તવે હાસ્ય, રમૂજ અને સકારાત્મકતાથી આપણા જીવનને રોશન કર્યું.તે આપણને જલ્દી છોડીને ચાલ્યાં ગયા, પરંતુ તે તેમના સારા કાર્યોને કારણે વર્ષો સુધી લોકોના હૃદયમાં જીવંત રહેશે. તેમનું મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના છે.'

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ અનુભવી કલાકાર હોવા ઉપરાંત અનોખા વ્યક્તિ પણ હતા. તેઓ સામાજિક ક્ષેત્રે પણ સક્રિય હતા. હું તેમના શોકગ્રસ્ત પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા પ્રમુખ અખિલેશ યાદવે રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. યાદવે આ દુઃખની ઘડીમાં રાજુ શ્રીવાસ્તવના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું, 'પ્રસિદ્ધ હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવજીની એક અનોખી શૈલી હતી, તેમણે પોતાની અદભૂત પ્રતિભાથી બધાને પ્રભાવિત કર્યાં હતા. તેમના નિધનથી કલા જગતને મોટી ખોટ પડી છે. હું તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર લખ્યું કે પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીનું નિધન દુખદ છે. ભગવાન દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે. આ દુઃખદ સમયમાં તેમના પરિવાર અને તેમના તમામ ચાહકો પ્રત્યે મારી સંવેદના.

રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કરતા કુમાર વિશ્વાસે ટ્વિટ કર્યું, 'રાજુ ભાઈએ આખરે ઈશ્વર લોકની ઉદાસી સામે લડવા માટે સાંસારિક યાત્રામાંથી વિરામ લઈ લીધો. એમના સંઘર્ષના દિવસોથી લઈને ખ્યાતિના શિખર સુધીની તેમની સફરના સેંકડો સંસ્મરણો આંખો સમક્ષ તરવરી રહ્યાં છે. ઉદાસ લોકોને સ્મિતની દિવ્ય ભેટ આપનાર સિકંદરને છેલ્લા પ્રણામ ભાઈ.' સાંસદ રવિ કિશન સહિત અનેક રાજનેતાઓ અને ફિલ્મી હસ્તીઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch