Tue,23 April 2024,6:11 pm
Print
header

ડોનની દારૂ પાર્ટી, રાજકોટની લેડી ડોન સોનુ ડાંગર સહિત ચારને અમદાવાદ પોલીસે દારૂ સાથે ઝડપી લીધા

અમદાવાદ: વિવાદો માટે જાણીતી રાજકોટની લેડી ડોન સોનુ ડાંગરને અમદાવાદની પોલીસે દારૂ પાર્ટીમાંથી ઝડપી પાડી છે, ગૌતમ પૂનાની અને શિવરાજ બિછીયા જેવા ક્રાઇમની દુનિયાના ખેલાડીઓ અને સોનુ સાથે મળીને ઓઢવમાં એક હોટલમાં દારૂની પાર્ટી કરી રહ્યાં હતા, ત્યારે જ પોલીસ અહી ત્રાટકી હતી અને તમામની ધરપકડ કરી લીધી છે, સોનુ સિવાયના બંને આરોપીઓને હથિયાર સહિતના અન્ય ગુનામાં અમરેલી પોલીસ શોધી રહી હતી, જેમાં બંને અમદાવાદ પોલીસના હાથે ઝડપાઇ ગયા છે, હરપાલસિંહ નામના અન્ય એક શખ્સની પણ પોલીસે ધકપકડ કરીને દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
 
રાજકોટની સોનુ ડાંગર ઉર્ફે ઉષા ડાંગર અગાઉ અનેક વખત વિવાદમાં રહી છે, ગેરકાયદેસર જમીન પર કબ્જો, ફાયરિંગ, મારામારી, ખંડણી અને પ્રોહિબિશનના અનેક ગુનાઓ તેના માથે નોંધાયેલા છે, ડાંસરમાંથી ડોન બનેલી સોનુ ડાંગરનો આજે પણ ક્રાઇમની દુનિયામાં દબદબો છે, રાજકોટમાં તેની સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે, તેની અગાઉ ધરપકડ પણ થઇ ચુકી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch