Thu,25 April 2024,8:01 am
Print
header

ઝોમાટોની બેગમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રાજકોટ પોલીસે એક યુવકની ધરપકડ કરી

રાજકોટ: પોલીસ દ્વારા દારૂબંધીનો કડક અમલ કરાવવા પ્રયાસ થઇ રહ્યાં છે, જેને જોતા હવે બુટલેગરો નવા નવા ટિક્કડમ કરી રહ્યાં છે, રાજકોટમાં દારૂની હેરાફેરી માટે ફૂડ સપ્લાય કરતી કંપની ઝોમાટોની બેગમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે, પોલીસને બાતમી મળી હતી કે બુટલેગરો હવે ફૂડ કંપનીની બેગમાં દારૂનો વેપાર કરી રહ્યાં છે, જેથી શહેરની અક્ષર સ્કૂલ પાસેથી પોલીસે મિલન ગરેજા નામના યુવકની ધરપકડ કરીને ઝોમાટોની બેગમાંથી વિદેશી દારૂની 7 બોટલો જપ્ત કરી છે, તપાસમાં સામે આવ્યું છે કે મિલનની અગાઉ દારૂના ધંધામાં પોરબંદર પોલીસે ધરપકડ કરી હતી

આ કેસની પુરી તપાસ થવી જરૂરી છે કારણ કે છેલ્લા કેટલાક સમયમાં વડોદરા અને અમદાવાદમાં પણ ફૂડ ડિલિવરી કરનારા શખ્સો દારૂ સાથે પકડાયા છે, આ ત્રીજી ઘટના છે કે ઝોમાટો અને સ્વિગીની આડમાં દારૂની ડિલિવરી થઇ રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar