Sat,20 April 2024,1:05 pm
Print
header

હિન્દુત્વના નીતિન પટેલના નિવેદન પર વજુભાઇ વાળાએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

રાજકોટઃ ડે.સીએમ નીતિન પટેલે હિન્દુત્વ મામલે નિવેદન કર્યુ હતુ કે જો હિન્દુઓ લઘુમતીમાં આવી જશે તો કોર્ટ-કાયદો-સંસદ કંઇ જ નહીં રહે, બધુ જ ખતમ થઇ જશે, અરાજકતા છવાઇ જશે, તેમના આ નિવેદને લઇને કોંગ્રેસ નેતાઓએ તેમના પર પ્રહાર કર્યાં છે. ભરતસિંગ સોલંકીએ કહ્યું છે કે ચૂંટણીઓ પહેલા આ લોકો સમાજને તોડી રહ્યાં છે, હવે નીતિન પટેલના નિવેદન પર ભાજપના સિનિયર નેતા વજુભાઇ વાળાની પ્રતિક્રિયા આવી છે. 

રાજકોટમાં વજુભાઇએ કહ્યું કે નીતિનભાઇનું નિવેદન વ્યક્તિગત છે હું તેની ટીકા કે વખાણ કરતો નથી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા પાર્ટીથી નારાજ હોવાનું અનેક વખત ચર્ચાયું છે, જો કે તેમને હિન્દુત્વ પરના નીતિનભાઇના સ્ટેટમેન્ટને તેમનું વ્યક્તિગત નિવેદન ગણાવીને પોતે આ મુદ્દાથી દૂરી બનાવી લીધી છે, નોંધનિય છે કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નીતિન પટેલના નિવેદનને સમર્થન આપ્યું હતુ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch