રાજકોટઃ ભક્તિનગર સર્કલ નજીક ધોળા દિવસે હત્યાની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં 7 વર્ષ જૂના પ્રેમલગ્નનો બદલો લેવા માટે સાળાએ જાહેરમાં પોતાના જ બનેવીની છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. સહકાર રોડ પર રહેતા 27 વર્ષીય વિમલ ધર્મેશભાઈ વાણીયાએ 7 વર્ષ પહેલાં શીતલ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન શીતલના પરિવારને મંજૂર ન હોવાથી તેમણે સંબંધ તોડી નાખ્યાં હતા. 24 સપ્ટેમ્બરના રોજ બપોરે વિમલ ભક્તિનગર સર્કલ પાસે આવેલા કોલેજીયન પાન નજીક ઊભો હતો, ત્યારે તેના સાળા કમલેશે આવીને તેની સાથે બોલાચાલી શરૂ કરી હતી. ઝઘડો વધતાં કમલેશે આવેશમાં આવીને છરીથી વિમલની છાતી તેમજ શરીર પર 6 થી 7 ઘા ઝીંકી દીધા હતા.
ગંભીર રીતે ઘવાયેલા વિમલને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને LCB ઝોન-1ની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આરોપી ધરપકડ કરી છે.
પતિની હત્યા બાદ શોકમાં ડૂબેલી પત્ની શીતલે રોષ સાથે જણાવ્યું કે આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. પત્નીએ આક્રંદ કરતાં કહ્યું કે, હવે અમે મા-દીકરો ક્યાં જઈશું ? પોલીસે પત્નીની ફરિયાદને આધારે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
રાજકોટમાં કંપાવનારી ઘટના: તું ઘેર આવજે.. કહીને પત્ની સગીરાને બોલાવતી હતી, પછી પતિ તેની જ સામે આચરતો હતો આવું કૃત્ય | 2026-10-09 18:00:15
રાજકોટઃ ગણિતમાં નાપાસ કરવાની ધમકી આપીને શિક્ષકે 14 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું | 2026-10-02 17:38:12
રાજકોટના વાવડીમાં ક્રેનની ઠોકરે યુવકનું કમકમાટીભર્યું મોત: ટક્કર બાદ ચાલકે રિવર્સ લેતાં ક્રેન નીચે કચડાઇ ગયા | 2026-09-29 17:54:58
ગોંડલ પાસે અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત, 13 વર્ષનો માસૂમ વ્રજ પણ ન બચી શક્યો | 2026-09-27 15:45:48
રાજકોટની મોડેલ સાથે મેટ્રિમોનિયલ સાઇટ મારફતે છેતરપિંડી: વડોદરાના બિલ્ડરે રૂ.100 ના સ્ટેમ્પ પર બોગસ લગ્ન કરી દુષ્કર્મ આચર્યું | 2026-09-27 10:12:34