Wed,16 July 2025,8:55 pm
Print
header

શાળા પ્રવેશોત્સવમાં ભાજપના નેતાને કોંગ્રેસના નેતાએ ખખડાવી નાખ્યાં, કહ્યું સ્ટેજ પર બેસવાના અભરખા હોય તો લોકોનાં કામ તો કરો....

  • Published By Mahesh patel
  • 2025-06-28 10:19:44
  • /

રાજકોટઃ ગુજરાત સરકારનો શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશની સાથે ઈનામ આપી પ્રોત્સાહિત કરાઈ રહ્યાં છે. રાજકોટ શહેરમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન સરકારી શાળાની બદતર હાલત સામે આવી છે. શાળા નંબર-99 છેલ્લા 17 વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે. અહીં 222 જેટલા વિદ્યાર્થીઓ ચાર ઓરડામાં બેસી ભણવા મજબૂર છે. જેથી રાજકોટની શાળા નંબર-29માં યોજાયેલા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન ભાડામાં ચાલતી શાળા મુદ્દે કોંગ્રેસના નેતાએ ભાજપના નેતાઓને આડેહાથ લીધા હતા અને કહ્યું હતું કે, સ્ટેજ પર બેસવાના અભરખા હોય તો આ વિસ્તારના અને લોકોનાં પ્રશ્નો ઉકેલવાની પણ તૈયારી રાખજો.

શાળા નંબર 99 વર્ષ 2008થી એટલે કે, 17 વર્ષથી ભાડાનાં મકાનમાં ચાલે છે. જેમાં ધોરણ-1થી 5નાં 222 છાત્રો વચ્ચે માત્ર 4 રૂમ અને 2 બાથરૂમ છે તેમજ બિલ્ડિંગની હાલત પણ જર્જરિત છે અને ટોયલેટની બાજુમાં જ અભ્યાસ કરવાની જગ્યા છે અને પીવાનું પાણી પણ ત્યાં જ છે. સરકારી શાળાની આવી હાલત સરકારના શિક્ષણનાં મોડેલને શર્મસાર કરે છે. શાળા નંબર-99માં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે રજૂઆત કરી હતી અને જો ગરીબ પરિવારના બાળકોના આ ગંભીર પ્રશ્નનો તાકીદે નિકાલ નહીં આવે તો આ પ્રવેશોત્સવમાં કોંગ્રેસ વિરોધ અને દેખાવો કરી વાસ્તવિકતા ઉજાગર કરશે એવી ચીમકી ઉચ્ચારી હતી.

રાજકોટ શહેર કોંગ્રેસના મંત્રી નરેશ પરમારે શાળા નંબર-29માં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ દરમિયાન વોર્ડ નંબર-15ના પોતાની જ પાર્ટી કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠીયા, નિલેશ હેરમા, અરવિંદ મુછડીયા અને સામજી ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓને આડે હાથ લેતા કહ્યું કે, શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમના ફતવા કરો છો. વોર્ડ નંબર-15માં શાળા નંબર-99 ભાડાના મકાનમાં ચાલે છે તે ધ્યાન રાખજો. સ્ટેજમાં બેસવા અને સન્માન કરતા પહેલાં તમારા વિસ્તારમાં વિદ્યાર્થીઓ હેરાન થાય છે તે જોજો. સ્ટેજ પર બેસવાના અભરખા હોય તો વિસ્તારના પ્રશ્નો સોલ્વ કરવાની ત્રેવડ રાખજો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch