Wed,24 April 2024,10:04 pm
Print
header

રાજકોટમાં પોલીસ બની બેફામ ! સીએમની હાજરીમાં DCP ઝોન-1 એ પત્રકારનું ગળું દબાવ્યું હોવાનો આક્ષેપ- Gujarat Post

DCP ઝોન-1 પ્રવીણ કુમારની કરતૂતને લીધે સીએમ ભૂપેન્દ્ર પટેલે હાથ જોડવા પડ્યાં

વિવાદોની રાજકોટ પોલીસનું નવું કારનામું, ભૂપેન્દ્ર પટેલે માંગવી પડી માફી 

રાજકોટઃ શહેર પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે,પહેલા લાખો રૂપિયાનો તોડકાંડ, ખંડણી અને હવે પત્રકારો સામે દાદાગીરી,સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં DCP ઝોન-1 પ્રવીણ કુમાર મીણાએ મીડિયાકર્મીનું ગળું દબાવ્યું હોવાના આક્ષેપ છે. એરપોર્ટ પર મુખ્યપ્રધાનના મીડિયા કવરેજને લઇને પોલીસે મીડિયાની  સ્વતંત્રતા પર તડામ મારી છે અને જેમ ફાવે તેમ બોલીને અયોગ્ય વર્તન કર્યું છે.

આટલાથી ન અટકતા મીણા અને પોલીસે મીડિયાકર્મીઓને ડિટેઇન કરીને તેમને પોલીસ વાનમાં ધક્કા મારીને બેસાડી દીધા હતા, એક પત્રકારની કારની ચાવી છીનવી લીધી હતી.આ સમયે અહીં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યાં હતા, ડીસીપી મીણાની કરતૂતને કારણે મુખ્યપ્રધાને મીડિયા કર્મીઓની માફી માંગવી પડી હતી.

સીએમના કાર્યક્રમમાં કવરેજ માટે પહોંચેલા પત્રકારો સાથે અયોગ્ય વર્તન કરાયું છે, મીડિયા સંગઠનોએ આ વાતને વખોડીને મીણા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે, અગાઉ પણ પોલીસે અનેક વખત આવી રીતે મીડિયકર્મીઓ સામે ગેરવર્તન કર્યું છે. ત્યારે ભાજપના રાજમાં હવે અધિકારીઓ બેફામ બની રહ્યાં છે.

રોષે ભરાયેલા પત્રકારોએ પોલીસ કમિશનરની કચેરી સામે જ ધરણાં કર્યાં હતા, જેથી રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદે પાર્થરાજસિંહ ગોહિલને તપાસના આદેશ આપ્યાં છે. જોવું રહ્યું કે આ માત્ર કહેવાની તપાસ હશે કે મીણા સામે કોઇ કાર્યવાહી કરાશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch