Wed,18 February 2026,12:52 pm
Print
header

રાજકોટ: ₹1,000ની લાંચ લેતા મનપાના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર એસીબીના સકંજામાં આવ્યા્ં

  • Published By
  • 2026-01-19 17:52:33
  • /

રાજકોટ: મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વોર્ડ નંબર 17માં ફરજ બજાવતા વર્ગ-3 સેનેટરી સબ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર ગડીયલને એસીબીએ ₹1,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યાંં છે.

ફરિયાદી, જેઓ સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે, તેમની ઓક્ટોબર-નવેમ્બર 2025ની રજાઓ સરભર કરવાના બદલામાં આરોપી જીતેન્દ્ર ગડીયલએ ₹2,000ની લાંચ માંગી હતી. જો નાણાં ન ચૂકવવામાં આવે તો નોકરીમાં હેરાન કરવાની અને રજાઓમાં કપાત કરવાની ધમકી આપવામાં આવી હતી.

પ્રથમ હપ્તો 17 જાન્યુઆરી, 2026ના રોજ ફરિયાદીએ આરોપીને ₹1,000 ચૂકવ્યો હતો. બીજો હપ્તો બાકીના ₹1,000 આજે (19 જાન્યુઆરી) આપવાનું નક્કી થયું હતું. ફરિયાદીએ આ સમગ્ર લાંચની માંગણીનું ઓડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું અને એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને આધારે અટિકા ફાટક પાસે આવેલી વોર્ડ નંબર 17ની ઓફિસ ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આરોપી ગડીયલ જ્યારે બાકીના ₹1,000 સ્વીકારી રહ્યો હતો, ત્યારે જ એસીબીએ પંચોની હાજરીમાં તેને દબોચી લીધો હતો.

એસીબીની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જે મુજબ ફરિયાદી સિવાય અન્ય સફાઈ કામદારો પાસેથી પણ આ અધિકારીએ નાણાં લીધા હોવાના પુરાવા એસીબીને મળ્યા છે. આરોપીએ અત્યાર સુધીમાં અન્ય કેટલા લોકો પાસેથી અને કેટલી રકમ લાંચ પેટે લીધી છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.  હાલમાં એસીબીએ આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch