Sat,08 August 2026,9:38 pm
Print
header

રાજકોટમાં 3 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 32 પોલીસ કર્મચારીઓની બદલી, આ રહ્યું લિસ્ટ

  • Published By dilip patel
  • 2026-08-04 14:50:23
  • /
  • પ્રથમ યાદીમાં 49 અને બીજી યાદીમાં 88 પોલીસની થઈ હતી બદલી અને હવે 32 કર્મચારીઓની બદલી 
  • રાજકોટ પોલીસબેડામાં તબક્કાવાર બદલીઓ કરવામાં આવી રહી છે

રાજકોટઃ શહેર પોલીસ તંત્રમાં કામગીરી વધુ પારદર્શી અને સરળ બને તે હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા મોટો આંતરિક ફેરફાર કરવામાં આવ્યો છે. જે પોલીસ કર્મચારીઓ એક જ પોલીસ સ્ટેશન કે શાખામાં 3 વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા હતા, તેમની તબક્કાવાર બદલીઓ કરવામાં આવી રહી છે.

અગાઉ જાહેર કરાયેલી પ્રથમ યાદીમાં 49 કર્મચારીઓની બદલી કરીને હેડક્વાર્ટર ખાતે મૂકવામાં આવ્યાં હતા. ત્યારબાદ વધુ એક યાદી સાથે 88 કર્મચારીઓની બદલી કરાઈ હતી. હવે આ જ સિલસિલાને આગળ ધપાવતા આજે વધુ 32 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી આંતરિક બદલીનો આદેશ કરવામાં આવ્યો છે.

​આજે બદલી પામેલા 32 પોલીસ કર્મચારીઓમાં નરેન્દ્રસિંહ ભરતસિંહ રાજપૂત (આજીડેમ પી.એસ. થી ટ્રાફિક શાખા), રમેશભાઈ ઘોઘાભાઈ ચૌહાણ (એ ડીવિઝન પી.એસ. થી ટ્રાફિક શાખા), અજયભાઈ વલ્લભભાઈ ચૌહાણ (ગાંધીગ્રામ-2 (યુનિ) પી.એસ. થી આજીડેમ પી.એસ.), જીતેન્દ્રકુમાર લક્ષ્મણભાઈ બારડ (ગાંધીગ્રામ-૨ (યુનિ) પી.એસ. થી કુવાડવારોડ પી.એસ.), જસવંતીબેન દિનેશકુમાર મણવર (ગાંધીગ્રામ-૨ (યુનિ) પી.એસ. થી પ્રદ્યુમનનગર પી.એસ.), કેતનકુમાર કોતીલાલ નિકોલા (ટ્રાફિક શાખા થી માલવીયાનગર પી.એસ.), વનીતાબેન ગીરીશકુમાર બોરીચા (મુખ્ય મથક થી થોરાળા પી.એસ.), ચંદ્રસિંહ જશુભા ઝાલા (મુખ્ય મથક થી આજીડેમ પી.એસ.), પ્રવીણકુમાર રઘુભાઈ મકવાણા (અરજી શાખા થી એરપોર્ટ પી.એસ.), વિશાલકુમાર કરશનભાઈ કાતડ (રાજકોટ તાલુકા પી.એસ. થી કુવાડવારોડ પી.એસ.), બ્રિજરાજસિંહ હેમંતસિંહ ગોહિલ (ટ્રાફિક શાખા એટેચ થી રાજકોટ તાલુકા પી.એસ.), હરપાલ રમેશભાઈ સોલંકી (મુખ્ય મથકથી ટ્રાફિક શાખા), પ્રવિણ વજુભાઈ મહીડા (મુખ્ય મથકથી પ્રદ્યુમનનગર પી.એસ.), જીતેન્દ્રકુમાર કાળુભાઈ ચૌહાણ (મુખ્ય મથક થી ટ્રાફિક શાખા), ઉમેદભાઈ માણસુરભાઈ ગઢવી (મુખ્ય મથક થી ભક્તિનગર પી.એસ.), વિપુલકુમાર નટવરલાલ પટેલ (મુખ્ય મથક થી ટ્રાફિક શાખા), અમીનભાઈ ગફારભાઈ કરંગથરા (ભક્તિનગર પી.એસ. થી ગાંધીગ્રામ-૨ (યુનિ) પી.એસ.), જીજ્ઞાબેન શૈલેષભાઈ સંધાણી (માલવીયાનગર પી.એસ. થી એ ડીવિઝન પી.એસ.), રાજ તુલજાશંકર સાંકળીયા (ટ્રાફિક શાખા થી કુવાડવારોડ પી.એસ.), સંજયસિંહ વિક્રમસિંહ જાડેજા (ટ્રાફિક શાખા થી ગાંધીગ્રામ-2 (યુનિ) પી.એસ.), જીજ્ઞેશભાઈ માધાભાઈ ધાધલ (ટ્રાફિક શાખા થી રાજકોટ તાલુકા પી.એસ.), વિપુલકુમાર જીવરાજભાઈ દડાણી (ટ્રાફિક શાખા થી ગાંધીગ્રામ-૨ (યુનિ) પી.એસ.), ભરતભાઈ ગાંડુભાઈ નાગાણી (ટ્રાફિક શાખા થી ગાંધીગ્રામ પી.એસ.), ઉપેન્દ્રકુમાર શાર્દુલભાઈ બાલાસરા (મુખ્ય મથક થી ટ્રાફિક શાખા), કેયુર વનરાજભાઈ આહીર (મુખ્ય મથક થી પ્રદ્યુમનનગર પી.એસ.), જયદીપ નટવરલાલ લાઠીયા (ગાંધીગ્રામ-2 (યુનિ) પી.એસ. થી બી ડીવિઝન પી.એસ.), ઘનશ્યામસિંહ કિરીટસિંહ ડાભી (ટ્રાફિક શાખા થી રાજકોટ તાલુકા પી.એસ.), ગૌતમભાઈ પરબતભાઈ વાળા (ગાંધીગ્રામ-2 (યુનિ) પી.એસ. થી ટ્રાફિક શાખા), અશોકભાઈ દેવાયતભાઈ સોલંકી (ટ્રાફિક શાખા થી એ ડીવિઝન પી.એસ.), નમ્રતાબેન પ્રકાશભાઈ વાઘેલા (ટ્રાફિક શાખા થી ગાંધીગ્રામ પી.એસ.), ધર્મેશભાઈ વિરજીભાઈ હડિયા (ટ્રાફિક શાખા થી માલવીયાનગર પી.એસ.) અને રાહુલ વશરામભાઈ ડાભી (ટ્રાફિક શાખા થી કુવાડવારોડ પી.એસ.)નો સમાવેશ થાય છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch