Sat,20 April 2024,8:01 am
Print
header

કોરોનાને કારણેે આ વર્ષે પણ રંગીલા રાજકોટનો રંગીલો લોકમેળો નહીં યોજાય

સતત બીજા વર્ષે જન્માષ્ટમી મેળાની મોજ બગાડતો કોરોના

રાજકોટનો મેળો નહીં યોજવા માટે કલેકટરનો નિર્ણય

કોરોનાની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો નિર્ણય, ગત વર્ષે પણ કોરોનાને કારણે મેળો યોજવામાં આવ્યો નહોતો

અમદાવાદઃ કોરોનાને કારણે સામાજિક જીવન પર પણ અસર પડી તો ધાર્મિક તહેવારો યોજી શકાતા નથી.ત્યારે રાજકોટનો જગ વિખ્યાત લોકમેળો કોરોનાને કારણે સતત બીજા વર્ષે ખંડિત થયો છે.રાજકોટ જિલ્લા કલેક્ટરે નિર્ણય લીધો છે કે રાજકોટનો મેળો યોજવામાં નહીં આવે. હાલ કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે કોરોના સંક્રમણની ત્રીજી લહેરની શક્યતાને નકારી શકાય તેમ છે. ત્યારે તહેવારોની ઉજવણી પર અસર પડી છે. રાજકોટનો વિશ્વ વિખ્યાત લોકમેળો જન્માષ્ટમીમાં રાજકોટનો પાંચ દિવસનો લોકમેળો યોજવામાં આવે છે. અહીં રાજકોટથી જ નહી પણ અન્ય આસપાસના શહેરો અને ગામડાઓમાંથી લોકો મેળાની મજા માણવા માટે આવતા હોય છે. ગત વર્ષે પણ કોવિડને કારણે મેળો યોજાયો ન હતો. જિલ્લા કલેક્ટરે રિપોર્ટ તૈયાર કરીને ગુજરાત સરકારને મોકલી પણ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં હજારો લોકોનાં મોત થયા છે અને લાખો લાખો બિમાર પડ્યા હતા. તેવામાં રાજકોટમાં પણ સ્થિતિ ચિંતાજનક બની હતી. રાજકોટના લોકમેળાની સાથે સાથે રાજકોટ જિલ્લાના અન્ય મેળા પણ રદ કરવામાં આવ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch