Fri,26 April 2024,2:55 am
Print
header

પોલીસ કોન્સ્ટેબલે બળાત્કારના ગુનામાં ફસાવાની આપેલી ધમકીના ડરથી યુવકે ના કરવાનું કરી નાખ્યું

રાજકોટ: શહેરમાં એક મહિના પહેલાં ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેનાર યુવકના કેસમાં નવો વળાંક આવ્યો છે. યુવકે પોલીસ કોન્સ્ટેબલની ધમકીથી ડરીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ યુવકને ધમકી આપી રહ્યો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. આ કેસમાં મૃતક યુવક પોલીસ કોન્સ્ટેબલના સાળાની પત્ની સાથે ફોન અને સોશિયલ મીડિયા દ્રારા વાતચીત કરતો હતો. આ વાતને લઈને કોન્સ્ટેબલે યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ભરત જીવણભાઈ સવસેટા નામના પોલીસ કોન્સ્ટેબલ મૃતક યુવકને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ કોન્સ્ટેબલ સામે એ ડિવિઝન પોલીસ દ્રારા ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આઈપીસી 306 અને 506(2) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદ પ્રમાણે મૃતક વિક્રમ ખાંડેખા પોલીસ કોન્સ્ટેબલના સાળાની પત્ની સાથે મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા દ્રારા વાતચીત કરતો હતા. 

આ વાતને લઈને આરોપી કોન્સ્ટેબલે પીડિત યુવકને સંબંધ તોડી નાખવા અને જો સંબંધ રાખશે તો બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી. બાદમાં યુવકે તારીખ 19-12-2020ના રોજ અશ્વીન ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. ગેસ્ટ હાઉસમાં જ મોત થઈ ગયું હતું. આ મામલે વિક્રમના ભાઈ તરફથી ફરિયાદ આપવામાં આવી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch